બંધના એલાન વખતે બેંકમાં તોડફોડના ગુનામાં મળી રાહત
દસ વર્ષ પહેલાં SBI બેંકમાં તોડફોડ કરવા બદલ મેનેજરે કશ્યપ શુકલ, દેવાંગ માંકડ, અનિલ લીંબડ, જયેન્દ્રભાઈ ગોહીલ, મયંક પોલ સહિતના સામે ફરિયાદ નોંધાવેલી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપ દ્વારા બંધના એલાન વખતે બેંકમાં તોડફોડ કર્યાના ગુનામાં ભાજપ અગ્રણી, પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુક્લ સહિતના નેતાઓને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ વર્ષ 2012 માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રામકૃષ્ણ નગર શાખાના મેનેજર શ્યામભાઈ ગોવિંદભાઈ ગોહીલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બેંકમાં તોડફોડ અને માર મારી ઈજા કરવાની ફરીયાદ કરેલ હતી.
મેનેજરે આ ફરીયાદમાં જણાવેલ હતું કે, પોતે અને સ્ટાફ ફરજ પર હાજર હતા ત્યારે સવારે 11 વાગ્યે બેંકમાં ટોળુ આવીને બેંક બંધ કરાવવા રાડો પાડવા લાગેલ અને આજે ભા.જ.પ.નું બંધનું એલાન હોવા છતા બેંક કેમ ખોલી તેમ કહી તોડફોડ ક2ી અને કોમ્પ્યુટર, પ્રીન્ટ2, ખુરશીઓ ફેકવા લાગેલ હતા અને ફરીયાદી મેનેજરને ટોળાએ મોઢા 52 લમણા 52 બેત્રણ જણા મુકકા મારેલ અને ધકકો મારી પછાડી અને ઈજાઓ કરેલ હતી અને સ્ટાફના માણસોએ વધુ માર મારથી બચાવેલ. આ અંગે રાર્યોટીંગ, ગેરકાયદે પ્રવેશ, ઈજા ક2વાની તથા પબ્લીક પ્રોપર્ટીને ડેમેજ કરવાની એકટ હેઠળની ફરીયાદ દાખલ કરેલ હતી.
એ. ડિવિઝન પોલીસમાં ફરીયાદ બાદ તપાસ અધિકારી એલ.એલ.ચાવડાએ બેંક કર્મચારીઓના નિવેદનો તથા પંચનામાઓ કરેલ હતા 20 થી 22 સાહેદોના નિવેદનો લેવામાં આવેલ હતા તપાસમાં આ બેંકમાં ટોળામાં ભા.જ.5 અગ્રણીઓ કશ્યપભાઈ શુકલ, દેવાંગભાઈ માંકડ, અનિલભાઈ લીંબડ, જયેન્દ્રભાઈ ગોહીલ, મયંક પોલ સહીતના આરોપીઓએ બેંક મેનેજર ઉ 52 હુમલો ક2ી ઈજા ક2વાના તથા બેંકમાં ટોળા સાથે તોડફોડ ક2વાના ગુનામાં ધ25કડો ક2ેલ. આ કેસ રાજકોટના એડી.ચીફ જ્યુ.મેજી.જજ કે.એમ.ગોહીલની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પંચો 12 થી વધુ સાહેદો ડોકટરની જુબાની ઉલટ વિગે2ે ધ્યાને લઈ અને તમામ આરોપી સામે ગે2કાયદે પ્રવેશ કરી મારકુટ ઈજા અને પબ્લીક પ્રોપર્ટી એકટ હેઠળનો ગુન્હો સાબીત થતો ન હોય તમામ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો આદેશ કરેલ હતો. આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ ત2ફથી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ સહિતના રોકાયેલા હતા.