અજાણ્યા શખ્સે ક્રૂર કૃત્ય કરતા જીવદયા પ્રેમીઓ દ્વારા પશુની સારવાર આદરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
થાનગઢ ખાતે કોઈ અજાણ્યા ઈશમ દ્વારા અબોલ પશુ પર ક્રુરતા દર્શાવી છે. જેમાં થાનગઢ વિટકો પોટરી પાછળ વિસ્તારમાં ગૌવંશ પર એસિડ એટેક કર્યો હોવાથી ઇજાગ્રસ્ત ગૌવંશ નજરે પડતા સ્થાનિકો દ્વારા તુરત જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો આ તરફ જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌવંશને પ્રાથમિક સારવાર આપી થાનગઢ પાંજરાપોળ ખાતે ખસેડાયો છે. પરંતુ અબોલ જીવ પર આ પ્રકારે એસિડ એટેક કરી ક્રૂરતા પૂર્વકનું કૃત્ય કરતા જીવદયા પ્રેમીઓ દ્વારા રોષ વ્યક્ત કરી આવા ઈસમો પર કડક કાર્યવાહીની માંગ કરી છે.



