આરોપી પ્રકાશ સરવૈયા એસિડ ભરેલી બોટલ લઈ મંગેતરના ઘરે પહોંચ્યો હતો
પ્રકાશ સરવૈયાની ધરપકડ: ગંભીર રીતે દાઝેલી મહિલાની હાલત સીરિયસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના સોખડામાં 34 વર્ષિય મહિલા પર એસીડ એટેકનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી આરોપીની મંગેતર અન્ય યુવક સાથે ભાગી જઈ લગ્ન કરી લેતા તેનો ખાર રાખી તેણી કયા છે તેવું પૂછી યુવતીની પિતરાઈ બહેન પર એસીડ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
બનાવ અંગે સોખડામાં રહેતા વર્ષાબેન માધવભાઈ ગોટીયા ઉ.વ.34એ સોખડા ગામના જ પ્રકાશ પ્રવિણ સરવૈયા સામે કુવાડવા રોડ પોલીસમાં બીએનએસ કલમ 124 91) 33 હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમની કાકાની દીકરી પારસબેનની સગાઈ આરોપી પ્રકાશ સરવૈયા સાથે થઈ હતી એક વર્ષ પહેલા તેની પીતરાઈ બહેન કોઠારીયાનાં યુવક સાથે ભાગી ગઈ હતી અને પ્રેમલગ્ન કરી લીધા હતા આ પછી આરોપી અવારનવાર ઘરે આવી મંગેતર વિશે પૂછપરછ કરી ઝઘડો કરતો હતો ગટ સાંજે પ્રકાશ ફરીવાર તેણીના ઘરે ધસી આવ્યો હતો અને મારી મંગેતર પારસ કયા છે તેનું સરનામું જાણવા છતાં તમે કહેતા નથી તેવી શંકા કરી ઝઘડો કર્યો હતો તેમજ તે તેની સાથે સ્ટીલની બરણીમાં લાવેલ એસીડ મહિલાની માથે નાખી દેતા માથાના ભાગે, છાતીનાં ભાગે, સાથળના ભાગે તેમજ પીઠીના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા એસિડ એટેક કરી પ્રકાશ નાસી છૂટયો હતો બનાવને પગલે પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા બનાવ અંગેની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ બી.પી.રજીયા અને સ્ટાફ હોસ્પીટલે દોડી ગયો હતો અને મહિલાની ફરીયાદ પરથી ગુનો નોંધી આરોપી પ્રકાશની ધરપકડ કરી હતી.
પરિવારજનોની પૂછતાછમાં સોખડામાં એસીડ એટેક કરવા આવેલ પ્રકાશ પ્રિ-પ્લાનીંગથી બરણીમાં એસીડ ભરી આવ્યો હતો અને પહેલા તે તેમની માસુમી દિકરી પર એટેક કરવાનો હતો પરંતુ તે દુર ભાગી જતા બચી ગઈ હતી અને તેમનાં પત્નિ પર એસીડ ફેંકી ભાગી ગયો હતો બનાવને પગલે નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.



