ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ’રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પાંચ વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યની દિશા’ વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
નરસિંહ મહેતા યુનિ.કુલપતી પ્રો. ચૌહાણે ઉદ્બોધન કરતા જણવ્યું હતું કે, શિક્ષણક્ષેત્રમાં તેમનો અભિગમ હંમેશા વાસ્તવવાદનો રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નો ઉદ્દેશ શિક્ષણને મેકોલે પ્રેરિત જુની પદ્ધતિમાંથી બહાર કાઢીને ભારતીય સંસ્કારો અને વૈશ્વિક દૃષ્ટિકોણ સાથે જોડવાનો છે. આ નીતિ રાષ્ટ્રનિર્માણમાં યુવાનોના યોગદાનને વધારવા પર ભાર મૂકે છે અને તેમને ઝડપથી બદલાતા સમય સાથે તાલ મિલાવવામાં મદદ કરે છે.
ડો. જયેન્દ્રસિંહ જાદવ કહ્યું કે, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવે ગાંધીનગરથી ઓનલાઇન જોડાઈને ભારતીય જ્ઞાન પરંપરા વિશે વાત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સ્થાનિક પર્યાવરણ, કલા અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે ઉમેર્યું કે આ નીતિ વિદ્યાર્થીઓને વિશ્વ નાગરિક બનાવવાની સાથે તેમને તેમના મૂળિયા સાથે પણ જોડી રાખશે. તેમણે તમામ કોલેજોને ’નેક એક્રેડિટેશન’ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આભાર દર્શન અને સંચાલન કાર્યક્રમની ભૂમિકા અંગ્રેજી વિભાગના વડા પ્રો. ફિરોઝ શેખે આપી હતી, જ્યારે સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રો. (ડો.) જયસિંહ ઝાલાએ આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો. ઋષિરાજ ઉપાધ્યાયે કર્યું હતું. ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રજિસ્ટ્રાર ડો. મયંક સોની, ડો. નવલભાઈ કપુરિયા, પ્રો. ભાવસિંહજી ડોડિયા સહિત અનેક અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઓનલાઇન પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.