ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અનુદાન આપી કન્યા ગુરુકુળમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે સેવા આપવાની જાહેરાત કરી
ખાસ-ખબર સંવાદદાતા
કન્યા ગુરુકુળના શીલા સ્થાપન સમારોહ દિવસે ‘સન્નારીઓ’ના સર્જન માટે નિર્માણ પામનાર શ્રી સ્વામિનારાયણ ક્ધયા ગુરુકુળ રાજકોટના શિલા સ્થાપન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત જીએ દીકરીઓ માટે 51 લાખનું અનુદાન આપી ક્ધયા ગુરુકુળમાં સ્થાપક દ્રષ્ટિ તરીકે સેવા કરવાની જાહેરાત કરી હતી.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ગુજરાતમાં આવ્યા પછી નીલકંઠધામ પોઇચામાં ખેડૂત ભાઈઓનો એક સેમીનાર હતો. એમાં મને ઉપસ્થિત રહેવાનું થયું હતું. ત્યારે શ્રી કેવલ્ય સ્વામી ખેડૂતોને ગોઆધારિત પ્રાકૃતિક ખેતી અંગે સમજૂતી આપી રહ્યા હતા. તેનાથી હું પ્રભાવિત થયો. એ વખતે મને રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના પૂર્વવિદ્યાર્થી રાકેશભાઈ દુધાતનો સંપર્ક થયો હતો.
આ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પ્રેરિત સ્વામિનારાયણ ક્ધયા ગુરુકુલમાં મને પણ ટ્રસ્ટી તરીકેનો લાભ મળે અને હું પણ તેમાં સહભાગી બનું. તેમનો આવો ઘરના સદસ્ય તરીકેનો ઉમળકો જોતા સભામાં ઉપસ્થિત 100 ઉપરાંત સંતો અને 7000 હરિભક્તો મહિલા પુરુષોએ ઉભા થઈને તાળી વજાડી જયનાદો સાથે એમની ટ્રસ્ટી તરીકેની સેવા ભાવનાનો સ્વીકાર કર્યો હતો. આ ક્ધયા ગુરુકુલના પાયામાં 51 લાખનું અનુદાન આપી સ્થાપક ટ્રસ્ટી તરીકેની સેવા કરવાનો સંકલ્પ અનેકને પ્રેરણા આપનારો, ક્ધયા કેળવણીને વેગ આપનારો બની રહેશે.
ગુરુકુલના પ્રભુ સ્વામીએ વાત કરતા હતું કે જુલાઈ 2019થી ગુજરાતના ગવર્નર તરીકે સેવા આપતા આ આધ્યાત્મિક પુરુષ રાજભવનમાં કાયમી યજ્ઞ કરે છે અને ત્યારબાદ જ અન્નજળ લે છે. કાયમી ધોતી જ પહેરે છે. રાજભવનની ગૌશાળામાં જાતે સેવા કરે છે. તેમણે 1980થી સરકારની કોઈપણ આર્થિક સહાય વિના હરિયાણાના કુરુક્ષેત્રમાં આર્ય પ્રતિનિધિ સભા રોહતક દ્વારા સંચાલિત ગુરુકુલના વડા તરીકે, માર્ગદર્શક, વાલી, પ્રિન્સિપલ અને વાર્ડન તરીકે સેવા આપી છે. શરૂઆતમાં તો આ ગુરૂકુલમાં 5થી 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાલ 20 હજાર વિદ્યાર્થીઓ આ ગુરૂકુલમાં અભ્યાસ કરી રહ્યા છે. અત્રે યાદ કરીએ કે તેઓએ એક વર્ષ પહેલાં નીલકંઠધામ પોઇચા ખાતે બનાવેલ નૂતન ગૌ ધામના ઉદ્ઘાટન પ્રસંગે પણ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
- Advertisement -
દેશ માટે કન્યા ગુરુકુલનું મહત્વનું યોગદાન રહેશે: PM નરેન્દ્ર મોદી
સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના રાજકોટના અમૃત મહોત્સવ પ્રસંગે આજથી એક વર્ષ પહેલા 24 ડિસેમ્બર 2022ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઈન ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન કરેલ. જેમાં ક્ધયા ગુરુકુલ નિર્માણના વિચારને તેમણે વધાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે જિસ કાલ ખંડ મેં વિશ્ર્વમેં જેન્ડર ઈક્વિલીટી જેસે શબ્દો કા જન્મ ભી નહીં હુઆ થા તબ હમારે યહા ગાર્ગી, મૈત્રી જૈસી વિદુષીયા શાસ્ત્રાર્થ કરતી થી. મહર્ષિ વાલ્મિકી કે આશ્રમ મેં લવ કુશ કે સાથ હી આત્રેય ભી પઢ રહી થી. મુજે ખુશી હૈ કી સ્વામિનારાયણ ગુરુકુલ ઇસ પુરાતન પરંપરા કો, આધુનિક ભારત કો આગે બઢાને કે લિયે ક્ધયા ગુરુકુલ કી શુરુઆત કર રહા હૈ, 75 વર્ષ કે અમૃત મહોત્સવ મેં, આઝાદી કે અમૃતકાલ મેં ઇસ સંસ્થાન કી શાનદાર ઉપલબ્ધિ હોગી, ઔર દેશ કે લિયે મહત્વપૂર્ણ યોગદાન ભી હોગા.