ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસે રૂા. 10,92,000ની 56 ગુણી સોપારી ચોરવાના ગુન્હામાં આરોપી રાજદીપસિંહ દિગ્વિજયસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, દિગ્વિજિયસિંહ અનિરૂદ્ધસિંહ રાઠોડ, મીતરાજસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલ, અરવિંદભાઈ જીવણનાથ પરમારની અટક કરેલી અને આરોપીઓએ નામદાર સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી ગુજારેલી જે જામીન અરજી સેશન્સ અદાલતે મંજૂર કરી આરોપીઓને જામીન મુક્ત કરેલ છે.
આરોપીઓ તરફે નામદાર સેશન્સ અદાલતે પ્રત્યેક આરોપીને રૂા. 25000ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપીઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી નરેન્દ્રસિંહ એમ. જાડેજા, ગીરીરાજસિંહ સી. જાડેજા તથા મહિરાજસિંહ સી. જાડેજા રોકાયેલા હતા.