20 વર્ષીય યુવાનની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ ખાતે ધકેલી દીધો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
પોરબંદર શહેર અને જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ કટિબધ્ધ છે ત્યારે દારૂના ધંધાર્થીઓને પાસાના પીંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત ઉદ્યોગનગર પો.સ્ટેનાબોખીરા વિસ્તારના બુટેલગરને પાસા તળે વડોદરાની જેલમાં ધકેલીદેવાયો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકબી.યુ.જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ દારૂનાગુન્હામાં ઈસમો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતીપગલા લેવા સુચના કરેલ હોય.
- Advertisement -
જે અનુસંધાને ઉદ્યોગનગરપો.સ્ટે ના દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મુરૂડાયાભાઈ કોડિયાતર ઉ.વ.20 રહે.બોખીરાતા. પોરબંદર વાળા વિરૂધ્ધમાં એલ.સી.બી ઈ/ચા. પી.આઈઆર.કે.કાંબરિયા એ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જીલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી.લાખાણી દ્વારા પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરતા પાસા વોરંટની એલ.સી.બીટીમે બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.