ખાસ-ખબર સંવાદદાતા
ગિરસોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સાથે વેપાર કરનાર જ વ્યક્તિએ રૂપિયાની સમસ્યાને કારણે મિત્રના ઘરમાં જ હાથ માર્યો. 21 તોલા સોના ના દાગીના સાથે સવા લાખ રૂપિયા રોકડા ની ચોરી કરી. બાદ ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને દબોચી લીધો. વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતા મહમદભાઈ આજે થોડા વર્ષ પૂર્વે જ પોતાની સાથે ભાગીદારીમાં વેપાર કરતાં આરીફ નામના વ્યક્તિએ અલગ ધંધો કરી પરંતુ તેમાં ફાયદો ન થતાં પોતાના પૂર્વ ભાગીદારના ઘરમાં જ પરિવારજનો સુરત ખાતે પ્રસંગમાં જતા રેઢા ઘરમાં મોકા નો લાભ ઉઠાવી 21 તોલા સોનાના દાગીના તેમજ સવા લાખ રૂપિયાનો રોકડો ચોરાયાની ફરિયાદ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા આ મોટી ચોરીના આરોપીને ઝડપવા 70 જેટલા સીસીટીવી ચેક કર્યા હતા જેમાં બાઈકના નંબર પરથી આરીફ મોગલ નામના એક યુવકને પોલીસે ઝડપ્યો હતો આ રીતે પોતાના પૂર્વ ભાગીદારના ઘરમાં થી જોડેલ 21 લાખના સોનાના દાગીના તેમજ સવા લાખ રૂપિયાનો રોકડો સહિત મળી તમામ વસ્તુઓમાંથી હાલ પોલીસને સોનાના દાગીના અને 80 હજાર ની રોકડ મળી કુલ 6.65.000 નો મુદ્દામાલ મળી આવતા કબજે કરેલ છે તેમજ બાકીના દાગીના તેમજ પૈસા બાબતે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.
ગિર સોમનાથના વેરાવળમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો
