દેશવિરોધી અને શિવાજી મહારાજ વિશે બફાટ કર્યો હતો
આજે શહેરમાં બજરંગ દળ, વિશ્ર્વ હિંદુ પરિષદ અને કરણી સેના દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું
શિવાજી મહારાજ વિશે એક વિધર્મી દ્વારા કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીના કારણે દરેક હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય છે ત્યારે આજરોજ શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશિપના રહેવાસીઓ તથા કરણી સેના, હિન્દુસેના દ્વારા આજરોજ રેલી કાઢી અભદ્ર ટિપ્પણી કરનાર આરોપી વકીલ સામે દેશદ્રોહની કલમ લગાડવા અને જાહેરમાં દેશ અને હિન્દુ સમાજની માફી માગે તેવી રજૂઆત સાથે રાજકોટ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આરોપી સોહિલ મોર
- Advertisement -
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ગુન્હો જેની વિગત ફરિયાદમાં દર્શાવેલી છે કે જે રીતે આરોપી દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાવતુ કૃત્ય આચરવામાં આવ્યું છે જે રીતે નરાધમ દ્વારા શિવાજી મહારાજના જન્મજયંતિના પોસ્ટ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.
હિન્દુ દેવી દેવતાના ફોટો પગેથી તોડી સમગ્ર હિન્દુ સમાજનું અપમાન કર્યું છે તેનાથી પણ ઉપર ભારત દેશનું અપમાન કર્યું છે કેમ કે તેના દ્વારા ઉચ્ચારવામાં આવેલ શબ્દ કે અહીં હવે પાકિસ્તાન થઈ ગયુ છે તમે બધા હિન્દુ અહીંયાથી નીકળી જાવ આ એક ખૂબ જ મોટું નિવેદન છે સમગ્ર દેશ વિરોધી છે. આવી કટ્ટરપંથી માનસિકતા ધરાવનાર આરોપીને કડકમાં કડક સજા થાય અને એના ઉપર દેશદ્રોહની કલમનો ઉમેરો થાય એવી પૂરા હિન્દુ સમાજની માગણી છે તથા આરોપી પોતે વકીલ હોય તેમજ એકલો વ્યક્તિ જો આવડી મોટી ધમકી આપે તો જરૂરથી જ કંઈક મોટું આતંકી સંગઠનનો સાથ હોવો જોઈએ તેવુ અંતમાં દરેક સંગઠનો દ્વારા જણાવ્યું હતું.
- Advertisement -
સોહિલ મોરનું એડવોકેટ તરીકેનું સભ્યપદ રદ કરો : બકુલ રાજાણી
શિવાજી મહારાજ અને હિન્દૂ સમુદાય માટે ગેરવ્યાજબી ટિપ્પણી કરનાર એડવોકેટ સોહિલ મોર સામે ગુનો નોંધાયો છે, ત્યારે આ ચકચારી કિસ્સાને લઈ રાજકોટ બાર એસોસિએશનમાંથી એડવોકેટ સોહિલ મોરનું સભ્ય પદ રદ કરવા બારના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ રાજકોટ બાર એસોસિએશન પ્રમુખ અર્જુનભાઈ પટેલ સહિતની ટીમને રજુઆત કરી છે. સોહિલ મોર જે હાલ ન્યૂઝ પેપર અને ચેનલોમાં આવી ગયા છે. તે ઘટનાથી સૌ વાકેફ છે. આ મામલામાં પેપરોમાં સોહિલ સાથે વકીલ શબ્દ આવે છે જે વકીલ સમુદાય માટે ખૂબ જ દુ:ખદ બાબત છે, આવા એડવોકેટનું તાત્કાલિક ધોરણે સભ્યપદ રદ કરવું જોઈએ અને બધાને પાકિસ્તાની કહેવા વાળા સોહીલ મોરની સામે રાજકોટ બાર એસો.એ ખુદ ફરિયાદી બનવું જોઈએ. આ અંગે પગલાં લેવા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલભાઈએ ખાસ કરીને ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલને પણ સોહિલ મોરનું એડવોકેટ તરીકેનું સભ્યપદ રદ કરવા રજુઆત કરી છે.