હત્યાની બહેને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
મોરબીના રાજપર ગામે રવિવારે મોડી રાત્રીના હત્યાનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને લાકડી અને ચપ્પુ જેવા હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ પોલીસે આરોપી ભાઈને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના યદુનંદનમાં રહેતા ભાવનાબેન નીલેશભાઈ ભીમાણીએ આરોપી મહેશ મોહનભાઈ અઘારા રહે રાજપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે મૃતક પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (ઉ.વ.37) નામના યુવાન કામધંધો કરતો ના હોવાથી અને બહારથી હાથ ઉછીના રૂપિયા લઈને જલસા કરતો હતો જેનું દેવું પિતા ભરત હતા અને પિતાએ દસ વીઘા જમીન વેચી નાખી હતી જેથી મોટા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારાએ કંટાળી લાકડી અને શાક સોલવાના ચપ્પુ વડે માર મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી ભાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી આરોપી મહેશ અઘારાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.