ચુકાદો સરકાર દ્વારા એન. ડી. પી. એસ. એક્ટના કેસો ચલાવવાનો હકૂમત ધરાવતી વધુ સ્પેશ્યલ કોર્ટની નિમણૂક માટેનું કારણ બન્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપ શાખાની ટીમે મેહબુબ ઉસ્માન ઠેબા, ઈલ્યાસ હારુનભાઈ સોરા, જાવેદ ગુલમહમદ દલ, રફીક હબીબભાઈ લોયા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર વિસ્તારમાં દરોડા પાડતા કુલ ચાર અલગ અલગ રહેણાંક મકાનમાં ઉપરોકત ચારેયં આરોપીના કબ્જામાંથી કુલ 8.132 કિલોગ્રામના ચ2સનો જથ્થો મળી આવતાં ચારેય આરોપીની અટક કરી ગુનો નોંધ્યો હતો.તા.09-09-2018ના રોજ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો અમદાવાદ યુનીટના સુપ્રિટેન્ડન્ટ હરિશકુમાર દ્વારા ફોન ઉપ2 સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપના પોલીસ ઈન્સ્પેકટર એસ.એન.ગડ્ડુને હકિકત આપી કે, તેઓએ શકીલ નામના વ્યકિતને ઈન્ટરસેપ્ટ કર્યા છે જેના આધારે એવી હકિકત બહાર આવી છે કે કાલાવાડના મહેબુબ નામના વ્યકિતને શકીલ અને સોહીલ હારૂન સોરા નામના વ્યકિતએ 3 કિલો ચ2સની ડિલવરી કરી છે. જે સંબંધે સુપ્રિટેન્ડન્ટ હરિશકુમારે ગડ્ડુને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વધુમાં હરિશકુમારે બાતમીમાં મહેબુબના મોબાઈલ નંબર તેમજ સોહીલના હારૂન સોરાના મોબાઈલ નંબરની માહિતી વોટ્સએપ દ્વારા આપી હતી. જે સમગ્ર હકિકતના આધારે એ.સો.જી. ટીમે મહેબુબ તથા સોહિલ સોરાના મળેલા નંબરોના આધારે લોકેશનો મંગાવતા સતત જંગલેશ્વર વિસ્તારમાં આવતા હોય જેથી જંગલેશ્વર વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા એવી હકિકત મળી કે બાતમીવાળા વ્યકિતનું પુરું નામ મહેબુબ ઓસમાણ ઠેબા છે જે પોતાના રહેણાંક મકાનમાં પોતાના સાગરીક ઈલીયાસ હારૂન સોરા સાથે હાજર છે જેથી એસ.ઓ.જી. ટીમે દરોડો પાડી બંને આરોપીની અટક કરી હતી.આરોપી મહેબુબ તથા ઈલીયાસ શકીલ સૈફી પાસેથી તા.08/09/2018ના માદક પદાર્થ ચરસનો જથ્થો લઈ અને જંગલેશ્વર વિસ્તારમાં આવી અને ત્યાં હશનશાપીરની દરગાહ પાસે 2ફીકભાઈ ઉર્ફે મેમણ હબીબભાઈ લોયા રાજકોટ વાળાને 6 કિ.ગ્રા. માદક પદાર્થ ચરસના જથ્થામાંથી 5 કિ.ગ્રા. ચરસનો જથ્થો આપ્યો હતો તે 5 કિ.ગ્રા. ચરસ રફીક ઉર્ફે મેમણ હબીબભાઈ લોયાની રહેણાંક ઓરડીના લાકડાના પાર્ટીશન જેવા ભાગમાંથી 5.098 કિ.ગ્રા. માદક પદાર્થ ચરસનો જથ્થો કિ.રૂા. 50,98 ,000/- નો મળી આરોપીઓના કબ્જામાંથી માદક પદાર્થ ચરસનો જથ્થો કુલ 8.132 કિ.ગ્રા. જેની કિ.રૂા. 81,32000/-નો તથા રોકડ રકમ કિ.રૂા. 7,700/- તથા મોબાઈલ નંગ.3, વજનકાંટો તથા અલગ અલગ ગ્રામના વજનીયા, રૈગ્ઝીનના થેલા, પ્લાસ્ટીકની કોથળીઓ મળી કુલ કિ.રૂા.81,41,200/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ માદક પદાર્થ ચરસનો જથ્થો શકીલને જમ્મુ કશ્મીરના ઈકબાલખાન/યાકુબખાન વાળાએ સપ્લાય કર્યો હતો જે ચરસનો જથ્થાની રાજકોટમાં ડિલીવરી કરી પરત જતો હતો ત્યારે આરોપી શકીલને સરખેજ બાવળા રોડ ઉપરથી એન.સી.બી. અમદાવાદ દ્વારા 4.065 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી લીધો હતો. આમ તમામ આરોપીઓ એક બીજાના મોબાઈલ ફોનથી સંપર્કમાં રહી ચરસના જથ્થા હેરાફેરી કરતા હતા. એસ.સો.જી. ટીમે ભકિતનગર પોલીસને સુપ્રત કરતા તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
- Advertisement -
‘ત્યારે સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા આરોપીઓને કોર્ટે 20 વર્ષની સજા તથા તમામ આરોપીઓને વ્યકિત દિઠ રૂપીયા એક લાખનો દંડ ફટકાર્યો હતો. જે હુકમ સામે તમામ આરોપીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી તેમજ અપીલના કામે જામીન અ2જી દાખલ કરી હતી. સુનવણીમાં આરોપીઓ તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વિરાટભાઈ પોપટ કાઉન્સીલ તરીકે તેમજ એડવોકેટ અમૃતા ભારદ્વાજ મદદનીશ તરીકે દલીલ કરવા હાજર રહ્યા હતા.
અરજદારો તરફે વિરાટભાઈ પોપટે પ્રાથમીક દલીલમાં જણાવ્યું હતું કે, એન.ડી.પી.એસ. કાયદાની જોગવાઈઓ મુજબ એન.ડી.પી.એસ. કાયદા હેઠળ દાખલ થયેલા ગુનાઓ કે જેમાં સજાની જોગવાઈ 3 વર્ષથી વધુની કેદની છે તેવા ગુનાઓના કેસ ફક્ત એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટમાં ચાલી શકે. પરંતુ હાલના કેસમાં સજાની જોગવાઈ 3 વર્ષથી વધુ હોવા છતા કેસનો ચુકાદો જે કોર્ટે આપ્યો છે તે કોર્ટ એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટ નથી. જે દલીલની ગંભીરતા પુર્વક નોંધ લેતા નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેંચ દ્વારા રાજકોટના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ ગુજરાતના તમામ શહેરોના મુખ્ય જિલ્લા ન્યાયાધીશોને સ્પેશ્યલ કોર્ટમાં એન.ડી.પી.એસ.ના કેસ ચાલે છે કે કેમ તે અંગે ખુલાસો કરવા હુકમ ફરમાવ્યો હતો જેમાં એવી હકિકત રેકર્ડ પર આવી હતી કે જે સેશન્સ કોર્ટે સદર કેસમાં ચુકાદો આપ્યો છે તે કોર્ટ એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટ ન હતી. સાથે તેવી પણ હકિકત સામે આવી હતી કે રાજકોટ તેમજ અન્ય મથકોમાં એન.ડી.પી.એસ. કાયદા હેઠળના કેસ કે જેમાં સજાની જોગવાઈ 3 વર્ષથી વધુની છે તેવા અનેક કેસો એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહ્યા નથી. જે સમગ્ર હકિકતની નામદાર ગુજરાત કોર્ટે ગંભીરતા પૂર્વક નોંધ લઈ ગુજરાત સરકારને વધું એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટો ગઠીત ક2વા આદેશ ફરમાવ્યો હતો. જે આદેશ બાદ ગુજરાત સરકારે તા.05-11-2024 ના રોજ નોટીફિકેશન પ્રસિદ્ધ કરી સુરત જિલ્લામાં બે વધુ સ્પેશ્યલ કોર્ટો તેમજ રાજકોટ જિલ્લામાં અને અમદાવાદ જિલ્લામાં એક-એક વધુ સ્પેશ્યલ કોર્ટોની નિમણુકકરી હતી.તમામ દલીલો દરમ્યાન આ કામમાં 2જુ કરેલા દસ્તાવેજી પુરાવા લીસ્ટ, સદર કેસના પંચો, તમામ સાહેદો તથા તપાસ કરનાર અમલદારની કોર્ટ સમક્ષની જુબાની, તેમજ રજુ રાખવામાં આવેલી નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટે નામદાર સેશન્સ કોર્ટના ચુકાદાને સસ્પેન્ડ કરી આ કામના ચારેય આરોપીઓને શરતોને આધીન જામીન 52 મુકત કર્યા હતા. આ કામના આરોપીઓ મેહબુબ ઉસ્માન ઠેબા, ઈલ્યાસ હારુનભાઈ સોરા, જાવેદ ગુલમહમદ દલ, રફીક હબીબભાઈ લોયા ત2ફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત તથા ગુજરાત હાઈકોર્ટમા કાઉન્સીલ તરીકે એડવોકેટ વિરાટ પોપટ તેમજ મદદનીશ તરીકે રોકાયેલા હતા. એડવોકેટ અમૃતાભારદ્વાજરોકાયા હતા.