હવાલાના ગેરકાયદે કૃત્યને પોલીસે ઉત્તેજન આપી ખોટી કાર્યવાહી કરી છે: સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બનાવના અરસામાં ચકચાર જગાવનાર ઈગલ પેટ્રોલ પંપના માલીક મનીષ રસીકભાઈ બવારીયા કે જેના વિરુદ્ધ કરોડોના ચેકો રિટર્નની તથા ફોજદારી ફરિયાદો થવાના કારણે સતત ચર્ચાના એરણે રહેલા મનીષ બવારીયા પોતા પાસે લેણીયાતોને ચૂકવવા નાણાં ન હોય અને સવા કરોડમાં ભરેલી મિલકત કબજાવાળી મિલકત ખાલી કરાવી આપવા હવાલો આપી તે પેટે રૂા. 25,00,000 ટોકન આપવાની વાત કરી તે રકમ આપ્યા બાદ મિલકત ખાલી ન કરાવી આપી છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત આચરી, ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી કિશોર છગનભાઈ ચુડાસમા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદવાળો કેસ ચાલી જતાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો આરોપી કિશોર ચુડાસમાએ તા. 3-5-2017 પહેલાં અઢી વર્ષ દરમિયાન કોઈપણ વખતે ઈગલ પેટ્રોલ પંપ, ભીલવાસ, રાજકોટ ખાતે ફરિયાદીની રાજકોટ જિલ્લા તાલુકાના રૈયા ગામના રેવન્યુ સર્વે નં. 79 પૈકીની અંતિમ ખંડ 702ની જમીન પ્લોટ ચો.મી. 397-42 જે ભરેલા કબજાવાળી જમીનનો ખાલી કબજો સોંપવાની કામ કરાવી આપીશ તેવું ફરિયાદીને પાકુ વચન, વિશ્ર્વાસ આપી અને તે પેટે ટોકનરૂપે રૂા. 25,00,000 મેળવી ફરિયાદીનું કામ નહીં કરી આપી પૈસા પરત માગતા પરત નહીં મળે તેમ કહી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી છેતરપિંડી, વિશ્ર્વાસઘાત કર્યા બાબતની ફરિયાદ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી હતી, જે કામે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવેલો હતો.
તમામ પક્ષેની રજૂઆતો, રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો તેમજ મૂળ ફરિયાદ પક્ષેની તથા આરોપી પક્ષેની દલીલો તથા નામદાર હાઈકોર્ટો તથા નામદાર સર્વોચ્ચ અદાલતના ચૂકાદાઓમાં ઠરાવેલા ન્યાયિક સિદ્ધાંતો ધ્યાને લેતાં અને ફરિયાદ પક્ષના પુરાવાનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો ફરિયાદી પોતે દેવાદાર છે, તેમના ઉપર પચીસથી ત્રીસ કરોડનું દેવુ છે, રૂપિયા પચીસ લાખ જેટલી મોટી રકમ આરોપીને આપેલી શંકાસ્પદ છે અને રકમ આપેલી સંબંધે કોઈ પુરાવો રજૂ નથી કે જેનાથી હકીકતો માની શકાય, આરોપી પોતાનો નિત્યક્રમમાં ધંધો કરતો હોવાનું રેકર્ડ પર આવેલું છે, ફરિયાદ પક્ષનો સંપૂર્ણ પુરાવો વંચાણે લેવામાં આવે તો આ કામે મહત્ત્વના એવા ફરિયાદી અને તેમના તરફે તપાસેલા સાહેદોનો પુરાવો જતાં ફરિયાદી તેમનો કેસ આરોપી સામે શંકારહિત રીતે સાબિત કરી શકેલા નથી, સાહેદોના નિવેદનોમાં વિરોધાભાસ છે. પ્રથમ આ બનાવ અન્વયે ક્રાઈમ બ્રાંચમાં અરજી થયેલી તે વખતે પોલીસ હકુમતનો ગુન્હો દાખલ થયેલો નથી અને તે જ ઘટનાનો પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલો છે અને પોલીસ સાહેદોના પુરાવામાં પણ ઉલટમાં ફરિયાદીએ આરોપીને એકપણ રૂપિયો ચૂકવેલો હોય તેવો કોઈ દસ્તાવેજી કે ઈલેકટ્રોનિક્સ પુરાવો રજૂ કરેલો હોય કે તેવી હકીકતો ખુલવા પામેલી હોય તેવું બનેલ નહીં હોવાનું સ્પષ્ટ રેકોર્ડ પર આવેલું છે ત્યારે આરોપી પક્ષની રજૂઆતો ન માનવાને કોઈ કારણ રહેતું નથી, આરોપી વિરુદ્ધનું તહોમત શંકાથી પર પૂરવાર થતું ન હોય તેમ માની પ્રહલાદ પ્લોટ રાજકોટમાં રહેતા કિશોર છગનભાઈ ચુડાસમાને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ રાજકોટના એડી. ચીફ. જ્યુડિ. મેજિ.એ ફરમાવેલો છે.
ઉપરોક્ત કામના આરોપી કિશોર ચુડાસમા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા તથા મદદમાં નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ,
જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલા હતા.