બોગસ ઇન્સ્ટાગ્રામ ID દ્વારા અપમાનજનક પોસ્ટ મુકવાનો આરોપ; પૂરતા પુરાવાના અભાવે આરોપી નિર્દોષ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ડો. ભીમરાવ આંબેડકરનું નામ લઈને જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અને પોસ્ટ કરવાના ગુનામાં આરોપી વિશાલ દિનેશભાઈ બારૈયાને રાજકોટ સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ કેસની વિગતો મુજબ, રાજકોટના ધાર્મિક દિનેશભાઈ પરમારએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઈંઉ પર એક રીલ પોસ્ટ કરી હતી. તેના પર ’દશતવીબવફ81’ અને ’ફષફુતશક્ષવષફમયષફ90’ નામના બે અલગ-અલગ બોગસ ઈંઉ પરથી અપમાનજનક ટિપ્પણીઓ અને પોસ્ટ્સ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ્સમાં ડો. આંબેડકરનું નામ લઈને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ આ અંગે ગાંધીગ્રામ-2(યુનિ) પોલીસ સ્ટેશનમાં વિશાલ બારૈયા વિરુદ્ધ ઈંઙઈ કલમ 506(2), 294(ક) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો. જેમાં ફરિયાદી પક્ષે છ સાક્ષીઓ અને અન્ય પુરાવા રજૂ કર્યા. પરંતુ, મુખ્ય સાક્ષી એવા ફરિયાદીની ઉલટતપાસ દરમિયાન ઘણી વિસંગતતાઓ સામે આવી. કોર્ટે જણાવ્યું કે ફરિયાદી પક્ષ આરોપી વિરુદ્ધના આરોપોને શંકા રહિત રીતે સાબિત કરી શક્યો નથી. બચાવ પક્ષના વકીલોની દલીલો અને અદાલતના અગાઉના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે વિશાલ બારૈયાને નિર્દોષ જાહેર કર્યો. આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા અને યોગેશ એ. જાદવ રોકાયા હતા.



