ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદીએ બનાવ તા. 3-4-2017ના રોજ 22-30 આસપાસ રાજકોટ મધ્યે આવેલા સદર બજાર મેઈન રોડ પર આવેલી પાર્ક ઈન હોટલે ફરિયાદી હાજર હોઈ તેઓને જેમતેમ બોલી ઝઘડો કરી ફરિયાદીના શરીરે ઢીકાપાટુનો મૂંઢ માર મારી, મુર્તુજાભાઈ સિકંદરભાઈ રાવડા-ફકીરએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોટલના મેઈન ડોર કાચ પર પથ્થરનો ઘા કરી કાચ તોડી નાખી નુકસાન કરી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરેલ હોય તે મતલબની ફરિયાદીએ ફરિયાદ આપતાં પોલીસે રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ગુન્હા રજિસ્ટરે નોંધી ચાર્જશીટ અદાલતમાં રજૂ કરેલું છે જે ફોજદારી કેસથી નોંધવામાં આવેલી છે. બાદ મુર્તુજાભાઈ સિકંદરભાઈ રાવડા-ફકીર આરોપી સામે તહોમતનામુ ફરમાવી, આરોપીનું નિવેદન રેકર્ડ કરી ઉપરોક્ત આરોપી વિરુદ્ધ આગળની ન્યાયિક કાર્યવાહી ચલાવવામાં આવેલી છે.
- Advertisement -
આ કેસમાં આરોપીને કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર આવેલો નથી કે જેના આધારે તેઓને તકસીરવાન ઠરાવી શકાય, ફરિયાદ પક્ષના પુરાવામાં ગંભીર શંકા ઉત્પન્ન કરતા હોય જે કારણે ફરિયાદ પક્ષનો પુરાવો માનવાલાયક ન હોય જેથી આરોપી મુર્તુજાભાઈ સિકંદરભાઈ રાવડા-ફકીરને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા માગણી કરેલ હતી. બચાવ પક્ષના વકીલ હેમલકુમાર બી. ગોહેલ દ્વારા લેવામાં આવેલા વિવિધ બચાવ તેમજ પોતાની દલીલમાં ઉચ્ચ અદાલતોના ચૂકાદો રજૂ કરેલા અને ન્યાયિક સિદ્ધાંત હાલના કેસમાં પણ લાગુ પડે છે, જે દલીલો માની નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલો છે. આ કેસમાં આરોપીઓ તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી હેમલકુમાર બી. ગોહેલ, હીરેન્દ્રસિંહ આર. ચૌહાણ, આસિસ્ટન્ટ આદિત્યસિંહ જાડેજા રોકાયેલા હતા.