ટાસ્ક આપી 300 જમા કરાવ્યા બાદ ખાતું અનફ્રીઝ કરવાના નામે પૈસા પડાવ્યા
એક મોબાઈલ નંબર અને બે ખાતા ધારક સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મૂળ જામકંડોરણાની અને હાલ ગોંડલ રોડ ઉપર આવેલ પટેલ ક્ધયા છાત્રાલયમાં રહી નાના મવા રોડ ઉપર ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી કૃપાલિબેન ભગવાનજીભાઈ ભાલારા ઉ.26એ એક મોબાઈલ નંબર ધારક અને બે ખાતા ધારક સામે સાયબર ક્રાઇમ પોલીસમાં 8.81 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 3 એપ્રિલ 2024ના રોજ મારા મોબાઈલ ઉપર અજાણ્યા નમબર પરથી મેસેજ આવેલ અને તેણે રોશની કેનીશો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ મેનેજર તરીકેની ઓળખ આપી ફ્રી લાનસીમાં તમારું સિલેક્શન થયું છે તમારે કોઈ પૈસા ભરવાના નથી ટાસ્ક મુજબ પૈસા મળશે તેમ કહેતા મને બએ ટાસ્ક આપેલ તેના 300 રૂપિયામાં મત ગૂગલ પેમાં જમા થઈ ગયા હતા તે પછી એક ટેલિગ્રામ લિન્ક આવી હતી જેમાં 9000નો ટાસ્ક આપ્યો હતો તે પૈસા પરત જોઈતા હોય તો 32 હજાર ભરો તેમ કહેતા 32 હજાર ભર્યા હતા તે પછી 50 હજાર અને પછી 2.30 લાખ ભર્યા હતા તે પછી તમારી ટેલિગ્રામ લિન્ક ડિલીટ થઈ ગઈ છે તમારે 5000 ઉપાડવા રિક્વેસ્ટ નાખવી પડશે તેમ કહ્યું હતું મે એક વખત રિક્વેસ્ટ નાખી હોય તમારે બે વખત રિક્વેસ્ટ નાખવાની છે તમે એક જ વખત નાખી છે એટલે તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે અનફ્રીઝ કરવા વધુ 2.80 લાખ નાખવાનું કહેતા તે પણ મોકલ્યા હતા તે પછી તમારી લિન્ક એક્સપાયર થઈ ગઈ છે કહી વધુ 2.80 લાખ માંગતા તે પણ મોકલ્યા હતા કુલ 8.81 લાખ મોકલ્યા હતા છતાં કોઈ પૈસા પરત નહીં મળતા અંતે સાયબર ક્રાઇમ પોલીસમાં ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી હતી.