કર્ણાટકમાં કેબિનેટ વિસ્તરણ બાદ નવનિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણી કરાઈ હતી જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નાણા વિભાગ પોતાની પાસે રાખ્યો છે.
શનિવારે કેબિનેટ વિસ્તરણ બાદ કર્ણાટકની કોંગ્રેસ સરકારે નવનિયુક્ત મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી હતી.
- Advertisement -
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નાણા વિભાગ પોતાની પાસે જાળવી રાખ્યો છે, જ્યારે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને સિંચાઈ અને બેંગલુરુ સિટી ડેવલપમેન્ટ વિભાગ મળ્યા છે. જી પરમેશ્વરને ગૃહ વિભાગ આપવામાં આવ્યો છે. સીએમે કેબિનેટ મામલા, ગુપ્ત માહિતી, વ્યક્તિગત અને પ્રશાસનિક સુધાર અને સૂચના વિભાગ રાખ્યા છે. એસ કે પાટિલને કાયદો અને સંસદીય બાબતો, કે.એ.મુનિયપ્પાને અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો આપવામાં આવી છે.
CLARIFICATION | The list of #KarnatakaCabinet portfolio has been taken down since discrepancies were noted with the list currently with Raj Bhavan. pic.twitter.com/tA64J4z1hk
— ANI (@ANI) May 27, 2023
- Advertisement -
ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ સોંપવામાં આવ્યા છે.
સિદ્ધારમૈયા કેબિનેટમાં 34 મંત્રી
કર્ણાટકમાં 20 મેના રોજ કોંગ્રેસે સરકાર બનાવી હતી. ત્યારબાદ સિદ્ધારમૈયાએ સીએમ, ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ અને 8 અન્ય ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. આજે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. બેંગલુરુમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 24 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા, જેમાં હવે કર્ણાટક કેબિનેટમાં 34 મંત્રીઓ છે.