રામ મંદિરના મુખ્ય પૂજારી માટે આવેલી 3000 અરજીમાંથી 200 અરજદારના ઈન્ટરવ્યુ લેવાયા: 50 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરાયા તેમાંથી મોહિત પાંડેની પસંદગી
સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય રામ મંદિર માટે પૂજારીઓની પસંદગી કરવામાં આવી છે. આ માટે લોકો પાસેથી નિયમાનુસાર અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં 3000 લોકોએ ભાગ લીધો હતો. પૂજારીઓ માટે પણ અમુક માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા અને તેમને અઘરી પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં, 200 અરજદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાંથી 50 ઉમેદવારોને પૂજારીના પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાંથી મોહિત પાંડેયને મુખ્ય પૂજારી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
દરમિયાન, સોશિયલ મીડિયા પર સમાચાર ઝડપથી ફેલાઈ ગયા કે મોહિત પાંડેયની મુખ્ય પૂજારી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ સવાલો પણ ઉઠ્યા કે આ પદ માટે માત્ર બ્રાહ્મણને જ કેમ પસંદ કરવામાં આવ્યો? મોહિત પાંડેયનું નામ સાંભળતા જ કેટલાક કુખ્યાત લોકોએ તેમની પસંદગીને બ્રાહ્મણવાદ સાથે જોડીને સોશિયલ મીડિયા પર જઈ અને ઘઇઈ કાર્ડ રમવાનું શરૂ કર્યું. મૂકનાયક જેવા કથિત દલિત પોર્ટલે પોસ્ટ કર્યું છે કે મોહિત પાંડેય રામ મંદિરના પૂજારી બનશે! શું દલિતો માટે પૂજારી બનવું પ્રતિબંધિત છે?
દિલીપ મંડલ નામના વરિષ્ઠ પત્રકારે લખ્યું, આ મંદિર ભારત સરકારના ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. તે કોઈના બાપની મિલકત નથી. મંદિર પ્રબંધનમાં અનામત નહીં આપવામાં આવે તો આંદોલન કરવું જોઈએ. દરેક વ્યક્તિ દક્ષિણા આપશે અને માત્ર એક જ્ઞાતિના લોકો જ બધા પૈસા ઉપાડી લેશે, આ નહીં ચાલે.
ખાસ વાત એ છે કે જે લોકો મોહિત પાંડેયના રામલલા મંદિરના પૂજારી બનવા પર આંગળી ચીંધી રહ્યા છે, તેઓને ન તો પસંદગી પ્રક્રિયાની ખબર છે અને ન તો તેઓ એ યોગ્યતાથી વાકેફ છે જેના કારણે મોહિત પાંડેયની મુખ્ય પૂજારીના પદ માટે પસંદગી કરવામાં આવી છે.
- Advertisement -
ક્યા આધારે પસંદગી કરાઈ?
હવે, રામલલાની પૂજા માટે નિમણૂક કરવામાં આવતા પૂજારીઓ માટે ઉપરોક્ત માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં રામનંદીય પરંપરાના વિદ્વાન હોવા જરૂરી હતા, સાથે જ તેઓ વેદ, શાસ્ત્રો અને સંસ્કૃતમાં નિપુણતા ધરાવતા હોવા જરૂરી હતા. આવી સ્થિતિમાં, તે સ્વાભાવિક છે કે તમામ ઉમેદવારોની તપાસ કરવામાં આવી હશે. હવે જો મોહિત પાંડેયે આ પરીક્ષા પાસ કરી તો તેમાં જાતિ અને ધર્મનો કોઈ મુદ્દો કેવી રીતે હોઈ શકે, ક્ષમતાના આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી. જાણકારી માટે નોંધીએ કે મોહિત પાંડેયે ગાઝિયાબાદની દૂધેશ્ર્વર વેદ વિદ્યાપીઠમાં સાત વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. તેમણે તિરુપતિમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ સાથે જોડાયેલી શ્રી વેંકટેશ્ર્વર વૈદિક યુનિવર્સિટીમાંથી શાસ્ત્રીની (સ્નાતક) ડિગ્રી મેળવી છે. આ વર્ષે (2023માં જ) તેમણે સામવેદનો અભ્યાસ કરીને માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ રામાનંદીય પરંપરાના વિદ્વાન પણ છે અને વેદ, શાસ્ત્રો અને સંસ્કૃતમાં નિપુણતા ધરાવે છે. એ જ રીતે, અન્ય પસંદ કરાયેલા પૂજારીઓમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના યુવાનોનો સમાવેશ થાય છે. તમામ પૂજારીઓ રામાનંદીય પરંપરાના છે અને વેદ, શાસ્ત્રો અને સંસ્કૃતમાં નિપુણતા ધરાવે છે.