યાર્ડ સત્તાધીશોએ ખેડૂતને માલ નહિ લાવવા અપીલ કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હવામાન વિભાગની આગાહીના પગેલ ગઈકાલ જિલ્લમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે વંથલી પંથકમાં એક ઇંચ વરસાદ સાથે મેંદરડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો જયારે ગીરનાર અને દાતારના પહાડોમાં માં વરસાદ પડયો હતો બીજી તરફ જે ખેડૂતોએ મગફળી ખુલ્લા ખેતરમાં રાખવામાં આવેલ તે મગફળીના પથરા પલળી જતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો આમ હવામાન વિભાગની આગાહી પગલે જિલ્લામાં ફરી ચોમાસુ સક્રિય થયું હોય તેમ જોવા મળી રહ્યું છે.જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારી ભાઈઓ થતા કમિશન એજન્ટ ભાઈઓને વરસાદની આગાહીના પગલે જયા સુધી યાર્ડ દ્વારા બીજી આગાહી ન થાય ત્યાં સુધી ખેડૂતોએ પોતાની જણસી યાર્ડમાં નહિ લાલાવા આદેશ કર્યો હતો તેમજ યાર્ડમાં પડેલ જણસીને યોગ્ય રીતે શેડ નીચે રાખીને તાલપત્રી સહીતની સુવિધા કરવા અપીલ કરી હતી.