શાંતિપૂર્ણ મતદાન યોજાય તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રખાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ લોકસભા સામાન્ય ચુંટણી 2024 અંતર્ગત જૂનાગઢ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પોલીસ અધીક્ષક હર્ષદ મહેતા દ્વારા બુથની વિઝીટ કરી પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.
જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ પૂર્ણ વાતારવરણમાં ચૂંટણી યોજાય તેમાટે એસપી હર્ષદ મેહતા સાથે ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહીત પોલીસ સ્ટાફ દ્વારા શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકત કરી રહ્યા છે.અને સ્થાનિક ગ્રામજનો સહીત લોકો સાથે ચર્ચા કરીને શાંતિપૂર્ણ મતદાન યોજાઈ તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે ગઈકાલે વડાલ સહીતના ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોની એસપીએ મુલાકાત લીધી હતી અને મતદાન મથક પર જઈને સમીક્ષા કરી હતી.