મજૂરીના રૂપિયા લેવા ગયેલી બંને સગીરાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત, વાડી માલિક અને ક્ધટેનરચાલક ઈજાગ્રસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
હળવદના રણજીતગઢ ગામે રોડની સાઈડમાં આવેલી વાડીના માલિક હિરજીભાઈ દલવાડી તેમના સાબરકાંઠા જિલ્લાના વતની ખેતશ્રમિકો આજે વતન જતા હોય આ ખેતશ્રમિકોને પૈસાની જરૂર હોવાથી આજે સવારે નવ વાગ્યે વાડીએ આવ્યા હતા ત્યારે તેઓ અને ખેતશ્રમિક પરિવાર રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે માળીયા તરફથી માતેલા સાંઢની જેમ આવેલ ક્ધટેનર ચાલકે કોઈ કારણોસર ક્ધટેનર પરથી કાબુ ગુમાવતા ક્ધટેનર રોડ ઉપર સાવ નમી ગયું હતું અને પલ્ટી મારે તે પહેલાં ક્ધટેનર ચાલકે રોડની સાઈડમાં ઉભેલા વાડી માલિક અને ખેતશ્રમિક પરિવારને જોરદાર ટક્કર મારતા 15 વર્ષની તરુણી શર્મિલાબેન કાળુભાઈ છાજીયા અને 7 વર્ષની બાળકી બીજુરીબેન ભવાનભાઈ છાજીયાના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી અને મૃતકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે આ અકસ્માતમાં વાડી માલિક હિરજીભાઈ વિરજીભાઈ દલવાડી અને ક્ધટેનર ચાલક રણજીતસિંધ (રહે. અમૃતસર, પંજાબ) ને પણ ઈજાઓ પહોંચી હોય બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.