ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ હળવદ હાઈવે પર આવેલ સુખપર ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા કેમિકલની રસ્તા પર રેલમછેલ થઈ ગઈ હતી જેનાં લીધે રસ્તા પરથી વાહનવ્યવહારને એક સાઈડ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે ડાયવર્ટ રૂટ પર દોડતી ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે હળવદના કવાડિયા પાસે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેના લીધે બસમાં મુસાફરી કરી રહેલા 10 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી જેથી 108 ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતના પગલે ફરી ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો.
અમદાવાદ હળવદ હાઈવે પર સુખપુર ગામ નજીક કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારી જતા કેમિકલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું જેના લીધે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ થતા પોલીસે એક રસ્તો બંધ કરી બંને સાઈડના વાહનો એક તરફ ડાયવર્ટ કર્યા હતા જો કે આ રોડ પર વાહનો વધી જવાના કારણે મોરબીથી સુરેન્દ્રનગર જતી મયુરરાજ ટ્રાવેલ્સની બસ અને ટ્રેલર વચ્ચે કવાડિયા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસને ભારે નુકશાન થયું હતું અને બસમાં સવાર મુસાફરો મફાભાઇ ખીમાભાઇ ડાભી , મીનાબેન રાજુભાઈ, તકુબેન કરમશીભાઇ, ફૈજુબેન અકબરભાઈ, નસીમબેન નાસીર સમીમબેન નારસીંગભાઇ સહિતના 10 મુસાફરોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં મોરબી, હળવદની 108 ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા જ્યારે ડાયવર્ટ રૂટ પર ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ ટીમે પણ દોડી જઈને ટ્રાફિક ક્લિયર કરાવ્યું હતું.