મારામારીના ગુનામાં લોકઅપમાં આરોપીને ન રાખવા અને માર ન મારવા મુદ્દે મહિલા પોલીસે આરોપીની પત્ની પાસે
20 હજારની લાંચ માગી હતી
ખાસ-ખબર સંવાદદાતા
દિવસેને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે સરકારી અધિકારીઓ અવારનવાર લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસની એક મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે મળતી વિગત મુજબ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા અજઈં ગીતાબેન પંડ્યા પોલીસ સ્ટેશનની અંદર જ ઇન્વેસ્ટિગેશન રૂમમાં રૂપિયા 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ ચુકી છે. ઉલ્લેખનીય છે કે, મારામારીના ગુનામાં લોકઅપમાં આરોપીને ન રાખવા અને માર ન મારવા તેમજ તુરંત જામીન આપવા માટે 20,000ની લાંચ માગી હતી. જે પૈકી આજે બીજા હપ્તાના બાકી રહેતા 10,000 લાંચ સ્વીકાર કરતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
આ કામના ફરિયાદી મહિલા અને તેના પતિના વિરૂદ્ધમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અંગેનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ફરિયાદીના પતિની અટકાયત કરવાના બાકી હોય ફરિયાદીએ આ ગુનાની તપાસ કરનાર મહિલા અજઈં ગીતાબેનને મળતા તેઓએ ફરિયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવા તથા માર નહીં મારવાના અને તુરંત જ જામીન પર મુક્ત કરી દેવાના બદલામાં રૂ.20 હજારની લાંચની માંગણી કરી હતી.