લૉ કોલેજો નિયમ પ્રમાણે ચાલતી ન હોય આકરી કાર્યવાહી, 96 જેટલા પ્રોફેસરની અધ્યાપક તરીકેની માન્યતા રદ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં જુદા જુદા 30થી વધુ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 21 જેટલી ખાનગી લો કોલેજોના બિલ્ડિંગ, ભરતી, શૈક્ષણિક સુવિધા અને વ્યવસ્થા બાર કાઉન્સિલના નિયમ પ્રમાણે ચાલે છે કે કેમ તેના માટે એક કમિટીએ તપાસ કરી હતી અને ગુરુવારે રિપોર્ટ એકેડેમિક કાઉન્સિલમાં જમા કર્યો હતો જેમાં ખાનગી કોલેજો બાર કાઉન્સિલના નિયમોનું પાલન નહીં કરતી હોવાનું બહાર આવતા આવતા વર્ષથી આ તમામ 21 લો કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકવા નિર્ણય કર્યો છે. એટલે કે આવતા વર્ષે નવા શૈક્ષણિક વર્ષથી ખાનગી લો કોલેજો વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં.
- Advertisement -
આ ઉપરાંત લો કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે વકીલાત કરતા 96 જેટલા પ્રોફેસરની અધ્યાપક તરીકેની માન્યતા રદ કરવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે. બાંધકામ, ભરતી, વિદ્યાર્થીઓ માટેની સુવિધા-વ્યવસ્થા બાર કાઉન્સિલના નિયમ મુજબ નહીં હોવાનો રિપોર્ટ સબમિટ કરતા એકેડેમિક કાઉન્સિલના સભ્યોએ આવતા વર્ષથી તમામ 21 ખાનગી લો કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકવા નિર્ણય કર્યો છે.
કાલથી સૌ. યુનિ.માં બે દિવસ ઙવ.ઉની પ્રવેશ પરીક્ષા
સૌ.યુનિ.માં ઙવ.ઉની પ્રવેશ પરીક્ષા માટે તારીખ જાહેર કરવામાં આવી છે. અલગ અલગ 28 વિષયમાં 149 જગ્યા માટે 2657 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે જેમની આગામી બે દિવસ 8 અને 9 ઓક્ટોબરના રોજ ઙવ.ઉ એન્ટ્રન્સ ટેસ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવશે. જેમાં સૌથી વધુ કોમર્સમાં 24 જગ્યા સામે 501 ફોર્મ ભરાયા છે. આવતીકાલથી બે દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અલગ અલગ 28 વિષયમાં ઙવ.ઉની 149 જગ્યા માટે એન્ટ્રસ પરીક્ષા લેવામાં આવશે આ માટે કુલ 2657 ફોર્મ વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવ્યા છે.