જૂનાગઢ-વંથલી હાઇવેની બન્ને સાઇડ પર બાવળ ઉગી નિકળ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ- વંથલી હાઈવે પર રોડની બંને સાઈડ બાવળ ઉગી નિકળ્યા છે. અને ડાળીઓ રોડ પર જોવા મળતી હોય અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી ન હોય. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.મળતી વિગત મુજબ જૂનાગઢ- વંથલી હાઈવે પર રોજ વાહનોની ટ્રાફિક જોવા મળતી હોય છે.
- Advertisement -
એકબાજુ રોડ સાંકડો છે. બીજી બાજુ બાવળની ડાળીઓ રોડ પર જોવા મળી રહી છે. જેથી નાછૂટકે વાહન તારવવુ પડે છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત રેઢીયાળ પશુઓ પણ રોડ પર જોવા મળી રહ્યાં છે. તંત્ર દ્વારા આ રોડ પર બાવળની ડાળીઓનું કટીંગ કરવામાં આવે એ જરૂરી છે.