પ્રતિ વર્ષ ફી રૂ.3.30 લાખથી વધારી 5.50 લાખ કરી દેવાઇ
ખાસ-ખબર સંવાદદાતા
અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢને આવેદનપત્ર પાઠવી જણાવાયુ છે કે જૂનાગઢ સહિત રાજયની 13 મેડિકલ કોલેજોમાં અસહ્ય ફી વધારો કરી દેવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ માટે અન્યાયકારી છે. અગાઉ સરકારી કોલેજોના સરકારી કોટામાં પ્રતિ વર્ષ રૂા.3.30 લાખ હતા તે હવે વધારીને રૂા.5.50 લાખ કરી દેવામાં આવ્યા છે.
- Advertisement -
આ ઉપરાંત મેનેજમેન્ટ કોટામાં રૂા.9 લાખ હતા તે વધારીને રૂા.17 લાખ કરી દેવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા જીએમઇઆરએસ થકી વિદ્યાર્થીને સુલભ અને રાહતદરે શિક્ષણ મળી રહે તે માટે કમીટીની રચના કરી તેના દ્વારા મેડીકલ કોલેજનું સંચાલન થાય છે ત્યારે સરકારી કોટામાં 66.66 ટકા અને મેનેજમેન્ટ કોટામાં 88.88 ટકાનો વધારો કેટલો વ્યાજબી અને ન્યાયી છે.
આ અસહ્ય ફી વધારાથી તેજસ્વી છાત્રોને પોતાના રાજય કે દેશ છોડી બીજા રાજ્ય કે પરદેશમાં મેડિકલની શિક્ષા પ્રાપ્ત કરવા મજબુર થવુ પડશે. તબીબી સ્નાતકમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના હિતમાં સાત દિવસમાં ફી વધારો પરત લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી છે.