નોટબંધીના 6 વર્ષે રોકડ સરકયુલેશન રેકોર્ડ સ્તરે : છ વર્ષમાં 71.84 ટકાની ધરખમ વૃદ્ધિ
ખાસ-ખબર સંવાદદાતા
કાળાનાણાં બહાર લાવવા લાગુ કરાયેલી નોટબંધી અને રોકડ વ્યવહારો રોકવા માટે ‘ડીજીટલ’ને વેગ જેવા ઘટનાક્રમો વચ્ચે પણ ‘રોકડનો લગાવ’ અકબંધ છે. 21 ઓકટોબરે રોકડ નાણાનું સરકયુલેશન 30.88 લાખ કરોડ પર પહોંચી ગયુ છે જે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. નોટબંધીના છ વર્ષ પછી પણ રોકડ નાણાનું ચલણ ભરપુર હોવાની સાબીતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ ભ્રષ્ટાચાર તથા કાળા નાણાંને ડામવાના ઉદેશ્ય સાથે નોટબંધીનું એલાન કર્યુ હતું અને રૂા.500 તથા 1000ના દરની નોટો પર પ્રતિબંધ મુકી દીધો હતો.
- Advertisement -
દેશમાં રોકડનું ચલણ ઘટાડવાનો પણ ઈરાદો હતો. આ પગલાને અર્થાત ખરાબ તથા સફળ થઈ ન શકે તેવુ ગણાવીને નિષ્ણાંતો-અર્થશાસ્ત્રીઓએ ટીકા પણ કરી હતી.ભારતીય રિઝર્વ બેંકે જારી કરેલા પખવાડીક રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે 21 ઓકટોબરની સ્થિતિએ રોકડ ચલણ 30.88 લાખ કરોડના સ્તરે પહોંચ્યુ હતું તે નોટબંધી પુર્વે 4 નવેમ્બર 2016ના રોજ 17.7 લાખ કરોડ હતું.