જૂનાગઢ મીટર ગેજ રેલવે લાઈન બ્રોડગેજ બનશે: સર્વે થયો
રેલવે દ્વારા પ્લાનિંગ તૈયાર, ટૂંક સમયમાં પ્લાન મનપાને સોંપવામાં આવશે
- Advertisement -
જોશીપુરા, બસ સ્ટેન્ડ ફાટક પર ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનશે
શહેર ફાટક મુક્ત થવાના એંધાણ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા મોં ફાડીને ઉભી છે તેની સાથે શહેરીજનો ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે જૂનાગઢ શહેરનો વિસ્તાર વધતો જાય છે તેની સાથે વાહનો પણ વધતા જાય છે જેના લીધે વર્ષોથી ટ્રાફિક સમસ્યા હળવી કરવાની યોજના વર્ષોથી ખોરંભે ચડેલ જોવા મળી રહી છે કયારે શહેરીજનોને ટ્રાફિક માંથી મુક્તિ મળશે. જૂનાગઢ શહેરનો વિસ્તાર ની સાથે લોકોની વસ્તી અને વાહનો ની સંખ્યામાં વધારો થતા શહરેના રસ્તા સાંકડા લાગવા માંડ્યા છે અને દિવસ ભર ટ્રાફિક જમણા દર્શ્યો જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને શહેરની મધ્યમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઈનના 8 ફાટકો થી સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહયા છે અને જયારે ટ્રેન પસાર થાય છે ત્યારે ટ્રાફિક સમસ્યા જોવા મળછે એજ રીતે સોમનાથ જતી બ્રોડગેજ રેલવે ના બે ફાટકો જેમાં જોશીપુરા અને ગિરિરાજ બસ સ્ટેન્ડ ફાટક થી ટ્રાફિક સમસ્યા થી મુશ્કેલીનો સામનો કરી રહી છે. જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યા મુદ્દે મહાનગર પાલિકા સ્ટેન્ડિગ ચેરમેન હરેશભાઈ પરસાણા સાથે ખાસ ખબર સાથે વાત કરતા જણાવ્યું હતું કે શહેરમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઈન ને બ્રોડગેજ લાઈન માં રૂપાંતરિત કરવામાં આવશે તેનું રેલવે વિભાગ ધ્વરા સર્વે કરીને પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને ટૂંક સમય માં કોર્પોરેશન ને પ્લાંનિંગ મોકલવામાં આવશે અને પ્રેઝન્ટ ટેશન પણ કરવામાં આવશે શહેરના મધ્યમાંથી મીટર ગેજ રેલવે લાઈનના 8 ફાટકો આવેલા છે.
- Advertisement -
ત્યારે રેલવે દ્વારા જૂનાગઢ રેલવે સ્ટેશનથી ઊંચો ઢાળ આપવામાં આવશે અને વંથલી દરવાજા ફાટક પાસે ટ્રેન ઉપરથી પસાર થશે તે ટ્રેન તળાવ ફાટક સાથે જયશ્રી ટોકીઝ ફાટક અને ભૂતનાથ મંદિર ફાટક અને ગાંધીગ્રામ ફાટક સુધી ટ્રેન ઉપર દોડશે અને ગાંધીગ્રામ વિસ્તાર બાદ ટ્રેન ના ટ્રેક ને ઢાળ આપીને ફરી જમીન ના ટ્રેક પર દોડશે જેના લીધે શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે અને ફાટક મુક્ત જૂનાગઢ બનશે તેવું આયોજન રેલવે દ્વારા કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં પ્લાન નકશા તૈયાર થઈને મનપાની મજૂરી પાસે આવશે તેમ જણાવ્યું હતું. જયારે બ્રોડગેજ રેલવે લાઈન શહેરના જોશીપુરા અને ગિરિરાજ બસ સ્ટેન્ડ ફાટક પાસે ટ્રાફિક સમસ્યા હળવી કરવા જોશીપુરા રેલવે ફાટક પર ઓવરબ્રિજ અને બસ સ્ટેન્ડ ફાટક પાસે અંડરબ્રિજ બનાવની રાજ્ય સરકારે સેદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવીછે હાલ રેલવે દ્વારા ટેકનિકલ પ્લાનિંગ માટે રેલેવેના ઊંચ વિભાગમાં મોકલી દેવામાં આવ્યું છે મંજૂરી મળ્યા બાદ તુરંત કામગીરી શરુ કરી દેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
ખરેખર ફાટક મુક્ત બનશે જૂનાગઢ શહેર
જૂનાગઢ શહેરીજનો વર્ષોથી ફાટક મુક્ત થવા અનેકવાર રજૂઆત કરી ચુક્યા છે એવા સમયે હવે સારા સમાચાર મળી રહ્યાછે શહેરના મીટર ગેજ ા8 ફાટકો ઉપરથી બોર્ડગેજ લાઈન નાખવાનો સર્વે થઈ ચુક્યો છે તેની સાથે બ્રોડગેજ લાઈનના બે ફાટકોમાં અંડરબ્રિજ અને ઓવરબ્રિજ નું પ્લાંનિંગ થઇ ગયું છે જો ખરેખર આ યોજના ઝડપી અમલી બનશે તો આવનારા દિવસોમાં લોકો રાહતનો શ્વાસ લેશે અને જૂનાગઢ ફાટક મુક્ત બનશે.