35 બોલમાં 84 રનની વિસ્ફોટક
ઇનિંગ સાથે અભિષેકે તોડ્યો કોહલીનો રેકોર્ડ; કીવી ટીમ સામે ભારતે શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભારતીય યુવા બેટ્સમેન અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગના દમ પર ભારતે નાગપુર ખાતે રમાયેલી પ્રથમ ઝ20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રને પરાજય આપ્યો છે. પાંચ મેચોની આ શ્રેણીમાં ભારતે શાનદાર શરૂઆત કરતા 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. અભિષેક શર્માની આક્રમક રમત અને રિંકુ સિંહના ફિનિશિંગ ટચના કારણે ભારત ન્યૂઝીલેન્ડ સામે પોતાનો સર્વોચ્ચ ઝ20 સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું.
અભિષેક શર્માની વિક્રમી ઇનિંગ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરતા ભારતે અભિષેક શર્માના તોફાની 84 રન (માત્ર 35 બોલમાં) ની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 238 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો. અભિષેકે પોતાની ઇનિંગમાં 8 ગગનચુંબી છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડીને ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 5,000 રન પૂરા કરનાર ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેણે માત્ર 22 બોલમાં અડધી સદી ફટકારીને ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. અંતિમ ઓવરોમાં રિંકુ સિંહે 20 બોલમાં અણનમ 44 રન ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.
બોલરોનો દબદબો 239 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ ડેવોન કોનવે અને ત્યારબાદ રચિન રવિન્દ્ર આઉટ થતા ટીમે માત્ર 1 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ગ્લેન ફિલિપ્સે 78 રનની લડાયક ઇનિંગ રમીને મેચમાં જીવ પૂરોવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય બોલરો સામે કીવી બેટ્સમેનો ટકી શક્યા નહોતા. ભારત તરફથી શિવમ દુબે અને વરૂણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ મેળવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 190 રન જ બનાવી શકી હતી. શ્રેણીની બીજી મેચ શુક્રવારે રાયપુર ખાતે રમાશે.
અભિષેકની કમાલ
માત્ર 22 બોલમાં અડધી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો.
- Advertisement -
તેણે ન્યુઝીલેન્ડ સામે સૌથી ઝડપી ઝ20ઈં ફિફ્ટી ફટકારી.
તેણે કેએલ રાહુલ અને રોહિત શર્મા (23 બોલ) ને પાછળ છોડી દીધા.
સૌથી ઝડપી પાંચ હજાર
અભિષેક 5,000 ઝ20 રન પૂરા કરનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો. તેણે 2,898 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી, આન્દ્રે રસેલ (2,942), ટિમ ડેવિડ (3,127), વિલ જેક્સ (3,196) અને ગ્લેન મેક્સવેલ (3,239) ને પાછળ છોડી દીધા.
વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તૂટયો
અભિષેકે વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડ્યો. કોહલીએ તેની ઝ20 કારકિર્દીમાં 167 ઇનિંગ્સમાં 5000 રન બનાવ્યા હતા, પરંતુ અભિષેકે હવે 165 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. હવે અભિષેકે હવે ઝ20ઈં માં 5002 રન બનાવ્યા છે, જેમાં 34 ઝ20ઈં માં 1199 રનનો સમાવેશ થાય છે, જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.
ઓલરાઉન્ડર અક્ષરને ઈજા, ઝ20 વર્લ્ડ કપ રમવા પર લટકતી તલવાર



