રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હવે અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી રામલલાના પ્રાણપ્રતિષ્ઠા માટે ચાલી રહેલી તૈયારીઓને લઈને તેમણે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.
જેની 500 વર્ષથી રાહ જોવાઇ રહી હતી તે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ઘડીઓ ગણાય રહી છે. 22 જાન્યુઆરીએ આયોજિત આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમય બન્યા છે. દેશના ઘણા મોટા નેતા અને કલાકારોને પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
- Advertisement -
22 તારીખની રાહ દરેક લોકો જોઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અયોધ્યામાં આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હવે અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી રામલલાના પ્રાણપ્રતિષ્ઠા માટે ચાલી રહેલી તૈયારીઓને લઈને તેમણે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. અભિષેક બચ્ચનને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા એટલા માટે તેઓ ખૂબ જ ખુશ છે.
#WATCH | Jaipur, Rajasthan | "I am very excited to see how the temple looks and have a darshan there," says actor Abhishek Bachchan on the 'pranpratishtha' ceremony of Ram Temple in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/RZRfl326G9
— ANI (@ANI) January 11, 2024
- Advertisement -
અભિનેતાને પૂછવામાં આવ્યું હતું કે ‘દરેકની નજર 22 જાન્યુઆરી પર છે. આ દિવસે અયોધ્યામાં મંદિરનું ઉદ્ઘાટન થશે. તમને આ વિશે કેટલો ઉત્સાહ છે? જેના જવાબમાં તેણે કહ્યું કે, ‘મંદિર કેવી રીતે બનેલું છે અને તે કેવું દેખાશે તે જોવા માટે અને ત્યાં જઈને દર્શન કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’ જણાવી દઈએ કે અભિષેક બચ્ચનનો આ વીડિયો તેની કબડ્ડી ટીમની મેચ દરમિયાનનો છે.
અભિષેક બચ્ચન સિવાય બી-ટાઉનમાં રામ મંદિરને લઈને ભારે હોબાળો મચ્યો છે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હિન્દી અને સાઉથ સિનેમાના ઘણા જાણીતા મહેમાનો હાજરી આપવાના છે. પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજિત કાર્યક્રમમાં રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, અક્ષય કુમાર, રજનીકાંત, સંજય લીલા ભણસાલી, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ, મધુર ભંડારકર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અજય દેવગન, સની દેઓલ, પ્રભાસ, યશ, રણદીપ હુડ્ડા, લીન લેશરામ, જેકી શ્રોફ, ટાઈગર શ્રોફ અને ધનુષ જેવા ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે.