હાલમાં વિદેશમાં ભારતીય મૂળના લોકો પર હુમલા અને અપહરણના કિસ્સા સામે આવી રહ્યા છે. આવા જ એક સમાચાર અમેરિકાના કેલિફોર્નિયાથી આવ્યા છે. જ્યાં એક મર્સિડ કાઉન્ટીથી સોમવારના ભારતીય મૂળના ચાર લોકોના અપહરણના સમાચાર સામે આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, આ અપહરણ થયેલા પરિવારમાં એક 8 વર્ષની છોકરી અને તેના માતા-પિતાનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, મર્સિડ કાઉન્ટી શેરિફ કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 36 વર્ષના જસદીપ સિંહ, 27 વર્ષની જસલીન કૌર, તેમની 8 વર્ષની બાળકીનો આરોહી ઢેરીની સાથે 39 વર્ષીય અમનદીપ સિંહનું અપહરણ કરવામાં આવ્યું છે. આ અપહરણના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
- Advertisement -
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ચાર લોકોને સાઉથ હાઇવે 59થી ઉઠાવવામાં આવ્યા છે. શંકાસ્પદ અપહરણકર્તા ખતરનાક અને હથિયારધારી હોય છે. એસીબી30ની રિપોર્ટ મુજબ, આ ધટનાના સંબંધમાં કોઇ વધુ જાણકારી સામે આવી નથી કારણકે હજુ તપાસ ચાલુ છે.
હજુ સુધી અપહરણકર્તા વિશે કોઇ ખુલાસો આવ્યો નથી અને તેનો ઉદેશ્ય વિશે કોઇ જાણકારી મળી નથી. શેરીફ કાર્યાલયથી સોમવારના જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સામાન્ય નાગરિકોને વિનંતી છે કે, તેઓ કોઇ શંકાસ્પદ વ્યક્તિના સંપર્કમાં આવે નહીં.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ભારતીય મૂળના એક ટેક્નીશીયન તુષાર અત્રે તેમની પ્રેમિકાની કારમાં મૃત અવસ્થામાં મળ્યા હતા. અમેરિકામાં એક ડિજીટલ માર્કટિંગ કંપનીના માલિકને તેમના કેલિફોર્નિયામાં તેમના જ ઘરમાં અપહરણ કરવામાં આવ્યા હતા. અપહરણના કેટલાક કલાક પછી તેમનો મૃતદેહ મળ્યો હતો.