આજરોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા વિદ્યાર્થીઓને જે હાલાકી અને અગવડ પડતી કે વિદ્યાર્થીઓને હજી સુધી ઓનલાઇન એકઝામ માટે ના યુઝર આઈડી અને પાસવર્ડ આપવાના નહોતા આવ્યા સાથે સાથે વિદ્યાર્થીઓને ઓનલાઇન એકઝામ મા જે જે અડચણ નો સામનો કરવો પડતો હોય તમામ અડચણો નુ નીવારણ આવે એ માટે
આજરોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા યુનિવર્સિટી ખાતે પ્રબળ રજૂઆત કરવામાં આવી અને આ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એ માટે ની ફરજ પાડી, યુનિવર્સિટી પ્રશાસન અને ખાસ કરીને પરીક્ષા વિભાગને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી પરીક્ષા વિભાગ આ અંગે રજૂઆત કરવા જતા અગાઉથી જ પ્રશાસન દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી જેથી કરીને વિદ્યાર્થીઓ અંદર ન જઈ શકે,પણ છેવટે ઉપવાસ ની ચીમકી આપતા દરવાજા ખોલવાની ફરજ પડી.
ગઈકાલે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષામાં પણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી નો છબરડો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે પરિક્ષા આપવા બેસી તો ગયા, પરંતુ વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી શક્યા નહીં. યુનિવર્સિટીના સર્વરમાં ખામી હોવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. સાથે જ સોફ્ટવેરમાં વિદ્યાર્થી નો ફોન નંબર આઇડી પાસવર્ડ પણ સમસ્યા થઈ રહી હતી. યુનિવર્સિટીના હેલ્પ લાઈન નંબર પર ફોન કરવામાં આવતા કોઇ દ્વારા ફોન ઉપાડવામાં આવતો નથી.
રીપોટ
સુનિલ ગાંજાવાલા


