ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ચૂંટણીના ત્રણ મહિના પહેલા ઉમેદવારો જાહેર
રાજકોટ ગ્રામ્યમાંથી વશરામ સાગઠીયા, શિવલાલ બારસીયાને રાજકોટ (દ)માંથી ટિકીટ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. આજે બપોરે એક વાગ્યે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પત્રકાર પરિષદ કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલા ઉમેદવારો જાહેર થશે. આજે પહેલી યાદી જાહેર થઈ રહી છે.
- Advertisement -
ભાજપ-કોંગ્રેસે પણ ચૂંટણીના ઘોડાં દોડાવ્યા
પહેલીવાર ગુજરાતમાં ‘મિશન 2022’ માટે એક-બે નહિ, ત્રણ રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. ગુજરાતમાં આપની એન્ટ્રી બાદ ભાજપ-કોંગ્રેસના પેટમાં ફાળ પડી છે. બીજી તરફ, જે રીતે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં એક્ટિવ થયા છે તે જોતા હવે ભાજપ અને કોંગ્રેસ પણ પોતાના ઘોડા દોડાવવાની શરૂઆત કરી દીધી છે. પ્રદેશ ભાજપે શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જુદા જુદા 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે તેવુ આયોજન કરાયુ છે. ઝોન પ્રમાણે અલગ અલગ રાજ્યને જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસે કરી 26 લોકસભા અને 182 વિધાનસભાના ઈન્ચાર્જની નિમણૂક
તો બીજી તરફ, હંમેશા મોડા મોડા જાગતા કોંગ્રેસે પણ આપની એક્ટિવનેસ જોઈને આળસ ખંખેરી છે. એક તરફ પાર્ટીમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ છોડીને જતા પહેલેથી જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. તેમાં પણ આપની ગુજરાતમાં એન્ટ્રીથી કોંગ્રેસની વોટબેંકને મોટું નુકસાન થઈ શકે છે. આવામા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પૂરજોશમાં તૈયારી આરંભી દીધી છે. આ માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢના કાર્યકરોએ ગુજરાતમાં ધામા લીધા છે. 26 લોકસભા અને 182 વિધાનસભાના ઈન્ચાર્જની નિમણૂંક કરાઈ છે. આ ઈન્ચાર્જને વિવિધ પ્રકારની જવાબદારી સોંપાઈ છે.
- Advertisement -
કોંગ્રેસ મોંઘવારી, રોજગારી, શિક્ષણના મુદ્દે ચૂંટણી લડશે
કોંગ્રેસ દ્વારા નિમાયેલા ઈન્ચાર્જને કોર્ડિનેશન, સંકલન, પ્રચાર પ્રસાર અને સંગઠનને મજબૂત કરવાની જવાબદારી સોંપાઈ છે. તેમજ ચૂંટણી પહેલા કાર્યકરોને બુથ સ્તર સુધી પહોંચવાની જવાબદારી પણ તેમના શિરે છે. સાથે જ સ્થાનિક આગેવાનો સાથે મળીને ઈન્ચાર્જ કાર્ય કરી રહ્યા છે. કોંગ્રેસ આ વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓને આગળ કરી લડશે. જેમાં મોંઘવારી, રોજગારી, શિક્ષણના મુદ્દે લોકોને માહિતીગાર કરાશે. આરોગ્ય અને ખેડૂતો મુદ્દે સરકારની નિષ્ફળતા કોંગ્રેસ ઉજાગર કરશે. સરકારે કરેલા વાયદા પૂર્ણ ન કર્યાની પણ કોંગ્રેસ નાગરિકોની વચ્ચે જઈને વાત કરશે.
કેજરીવાલનું વચન: બેરોજગારોને નોકરીની ગેરંટી
નોકરી ન મળે ત્યાં સુધી મહિને 3 હજારનું ભથ્થું
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં 10 દિવસમાં સતત બીજો પ્રવાસ કર્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને વધુ એક વખત રેલી યોજી જાહેર સભા સંબોધી હતી. અરવિંદ કેજરીવાલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અઅઙની સરકાર બનશે તો બેરોજગારોને સરકારી નોકરી આપીશું અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગારોને દર મહિને 3 હજારનું આપવામાં આવશે તેવું વચન પણ આપ્યું હતું.
ભેમાભાઈ ચૌધરી- દિયોદર
જગમલવાળા – સોમનાથ
અર્જુન રાઠવા- છોટા ઉદેપુર
સાગર રબારી – બેચરાજી
વશરામ સાગઠીયા – રાજકોટ ગ્રામ્ય
રામ ધડૂક – કામરેજ
શિવલાલભાઈ બારસીયા – રાજકોટ દક્ષિણ
સુધીર વાઘાણી – ગારિયાધાર
રાજેન્દ્ર સોલંકી – બારડોલી
ઓમ પ્રકાશ તિવારી – નરોડા (અમદાવાદ)