હાલ આપ સાથે નિભાવી વફાદારી
વિસાવદર,ભેંસાણ મતદારો સાથે યોજી જાહેરસભા
ભાજપમાં નહીં જોડાવવાનો મતદારોને કૉલ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 2022 વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરમાંથી કોંગ્રેસ અને ભાજપને હરાવી આમ આદમી પાર્ટીનાં ભુપત ભાયાણીનો વિજયી થયો હતો. રાજયમાં માત્ર પાંચ બેઠક પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો જીત્યા હતા. એવા સમયે આપના ભુપત ભાયાણી કેસરીયો ધારણ કરે તેવી હીલચાલ શરૂ થઇ હતી અને ભાજપમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા હતા. તેવા સમયે અમદાવાદ ખાતે મિડીયા સમક્ષ વાત કરતા જણાવ્યુ હતુ કે, હું રાષ્ટ્રીય વિચારધારા સાથે સંકળાયેલ છું અને આરએસએસનો સ્વયંસેવક છું. ચાર વર્ષ સુધી મે સંગઠનનું કામ કર્યુ છે. અને હું ભેંસાણ સરપંચ તરીકે કામ કર્યુ ત્યારે મારી સાથે રાજકીય કિન્નાખોરી રાખીને મારી ઉપર ખોટા કેસ કરવામાં આવ્યાની વાત કરી હતી.
અને આજે ગુજરાતમાં નરેન્દ્વભાઇ, અમિતભાઇ શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલની મુખ્ય મંત્રી તરીકે જે પસંદગી થઇ છે.
તેના માટે મારા મનની અંદર લાગણી અને ગૌરવ હોય તેવું જણાવ્યા બાદ ગઇકાલે મોડી સાંજે ભેંસાણ, વિસાવદરનાં તેમના સમર્થકોની એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મીટીંગ શરૂ થાય તે પહેલા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેના સમર્થકોએ એવું પણ કીધુ હતુ કે અમને પાકિસ્તાન ભેગા જવાનું કહેશો તો ભેગા આવશું પણ ભાજપમાં તો નહીં જ તેવા સમયે ધારાસભ્ય ભુપત ભાયાણીએ ખુલાશો કરતા જણાવ્યુ હતુ કે, હું આમ આદમી પાર્ટીનો સૈનિક છુ અને આમ આદમી પાર્ટીમાં જ રહીશ.
હું કયારેય ભાજપનો કેસરીયો ધારણ નહીં કરૂ તેવી ખાત્રી આપી હતી અને આવનારા 15 દિવસમાં ભેંસાણ, વિસાવદર અને બીલખામાં આપનું કાર્યાલય ખોલવામાં આવશે. જેના કારણે સ્થાનિક લોકોના કામ ઝડપથી થાય તેવા મારા પ્રયાસો હશે. હું આપના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ સુધી લોકોના અધુરા રહેલા કામો પૂર્ણ કરવા પ્રજાને વચન આપ્યુ હતુ. આમ ભુપત ભાયાણીએ અંતે ગઇકાલની મિટીંગમાં આપમાં રહીને કામ કરવાની ખાત્રી આપી હતી અને સૌ સાથે મળી સરકાર સામે જરૂર પડે લડત કરવામાં આવશે. લોકોને થતા અન્યાય સામે પણ લડીશ તેમ જાહેર મિટીંગમાં જણાવ્યુ હતું.
- Advertisement -
મિટિંગમાં લોકોનો રોષ
વિસાવદર બેઠક પરથી ભાજપનાં હર્ષદ રીબડીયાને હરાવીને ધારાસભ્ય બનતા ભુપત ભાયાણીએ વિધાનસભા મત વિસ્તારના લોકો સાથે આભાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક લોકો મિટીંગ પૂર્વે રોર્ષ જોવા મળ્યો હતો. જેમાં લોકોના મતે તમે પાકિસ્તાન ભેગા જવાનું કહેશો તો આવશુ પણ ભાજપમાં તો નહીં જ તેવા મતદારોના સૂર જોવા મળ્યા હતા. જો કે બાદમાં ધારાસભ્યએ આપ માં રહેવાની વાત કરતા મામલો શાંત થયો હતો.
મારો એજન્ડા નક્કી છે: ભાયાણી
ગઇકાલે ભેંસાણ, વિસાવદરનાં લોકો સાથે એક વિશાળ સંખ્યામાં મિટીંગનું આયોજન થયુ હતું. જેમાં વિસાવદર ધારાસભ્ય ભુપત ભાયાણીએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, મારો એજન્ડા નક્કી છે. મારા વિસ્તારના લગતા કામો સારી રીતે થઇ શકે તેની સાથે દિકરીઓના સમૂહ લગ્ન તેમજ શિલાઇ મશીન આપી શકુ અને વિધવા બહેનોની સેવા કરી શકુ તેવા કામ કરીને લોકો વચ્ચે રહીશ તેમ જણાવ્યુ હતું.