ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતના નેત્રંગમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે જાહેર સભામાં જાહેરાત કરી હતી કે અઅઙ ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના ક્ધવીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતના નેત્રંગમાં રેલી યોજી હતી. રેલી દરમિયાન તેમણે મોટી જાહેરાત કરી હતી. જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી લડશે.અહીં ભરૂચ બેઠક પરથી અઅઙના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવશે. ચૈતર વસાવા ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય છે. તમને જણાવી દઈએ કે સીએમ અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. રવિવારે તેમણે નેત્રંગમાં જાહેરસભા યોજી હતી અને ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન સીએમએ કહ્યું, ’આજે હું જાહેરાત કરવા માંગુ છું કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી વતી ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.’ ચૈતર વસાવા ગુજરાતના ડેડિયાપાડાથી અઅઙના ધારાસભ્ય છે અને વન વિભાગને લગતા કેસમાં જેલમાં છે. તેની સામે વનકર્મીઓને માર મારવાનો અને હવામાં ગોળીબાર કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ગયા ડિસેમ્બરમાં તેણે શક્તિ પ્રદર્શનમાં આત્મસમર્પણ કર્યું, ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ છે.