શ્રીનગરમાં AAP સાંસદ સંજય સિંહ, ફારુક અબ્દુલ્લા સાથે વાત કરવા માટે દરવાજા પર ચઢ્યા, ઘરમાં નજરકેદનો દાવો કર્યો
આપના નેતાઓ શ્રીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા અને પાર્ટીના ધારાસભ્ય મેહરાજ મલિકની ધરપકડ અને PSA હેઠળ તેમની ધરપકડ સામે વિરોધ નોંધાવવા માટે પ્રેસ કોલોનીમાં ધરણા કરવાના હતા.
- Advertisement -
તાનાશાહી ચરમસીમા પર
સંજય સિંહે દાવો કર્યો છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસે ગેટને તાળું મારી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તાનાશાહી ચરમસીમા પર છે, હું હાલમાં શ્રીનગરમાં છું. લોકશાહીમાં અધિકારો માટે અવાજ ઉઠાવવો અને આંદોલન કરવું એ આપણો બંધારણીય અધિકાર છે.
સરકારી ગેસ્ટ હાઉસને પોલીસ છાવણીમાં ફેરવી દીધું
- Advertisement -
તેમણે કહ્યું કે, આજે મારે શ્રીનગરમાં મેહરાજ મલિકની ગેરકાયદેસર ધરપકડ સામે પ્રેસ કોન્ફરન્સ અને વિરોધ પ્રદર્શન કરવાનું હતું પરંતુ સરકારી ગેસ્ટ હાઉસને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. મને, ઈમરાન હુસૈનને અને મારા સાથીઓને ગેસ્ટ હાઉસની બહાર નીકળવાની મંજૂરી નથી.
સંજય સિંહે વધુમાં કહ્યું કે, અમે શ્રીનગરમાં છીએ. લોકશાહીની અંદર અધિકાર માટે અવાજ ઉઠાવવો એ આપણો બંધારણીય અધિકાર છે, લોકશાહી અધિકાર છે અને આજે મેહરાજ મલિકની ધરપકડ સામે આંદોલન હતું. અમારે પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી, પરંતુ તાનાશાહી એવી છે કે ગેટ પર પોલીસ તહેનાત છે, ગેટને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. કોઈને બહાર જવાની મંજૂરી નથી અને પરિસ્થિતિ એવી છે કે કોઈ કહેવા તૈયાર નથી કે અમને કેમ રોકવામાં આવ્યા છે. આ કેવા પ્રકારની તાનાશાહી ચાલી રહી છે કે, વહીવટીતંત્ર એ કહેવા પણ તૈયાર નથી કે અમને કેમ રોકવામાં આવ્યા છે? શું આંદોલન કરવું એ ગુનો છે? શું લોકશાહીમાં પ્રેસ કોન્ફરન્સ કરવી ગુનો છે? શું ગેરકાયદેસર ધરપકડ સામે અવાજ ઉઠાવવો ગુનો છે? તાનાશાહી એવી છે કે, વહીવટીતંત્ર રાજ્યસભાના સાંસદને પણ કહેવા તૈયાર નથી કે અમને કેમ રોકવામાં આવ્યા છે?
સંજય સિંહે કહ્યું કે, ખૂબ જ દુ:ખની વાત છે કે, ઘણી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ડોક્ટર ફારુક અબ્દુલાહ જી પોલીસ દ્વારા મને હાઉસ અરેસ્ટ કર્યો હોવાના સમાચાર સાંભળીને મને મળવા માટે સરકારી ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા, પરંતુ તેમને મળવા ન દીધા. આ તાનાશાહી નથી તો બીજુ શું છે?
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સંજય સિંહને હાઉસ અરેસ્ટ કરવા પર વિરોધ કરતા કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી, જેઓ વર્તમાન મુખ્યમંત્રીના પિતા છે, તેમને પણ તેમના પોતાના જ રાજ્યમાં સંજય સિંહને મળવા દેવામાં આવી રહ્યા નથી? આ સરેઆમ ગુંડાગીરી અને તાનાશાહી છે.




