ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યમાં સ્માર્ટ મીટર બાબતે અનેક છબરડા સામે આવતા હવે લોકો પણ સ્માર્ટ મીટર લગાવવાથી દૂર ભાગી રહ્યા છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ મીટર લગાવવા માટે રહીશો અને વીજ કંપનીના અધિકારીઓ સાથે માથાકુટ થતી જીવન દ્રશ્યો સર્જાય છે ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર ખાતે કેટલાક વિસ્તારોમાં વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા બાબતે રહીશો દ્વારા વિરોધ કરાયો હતો.
જેમાં ફરજિયાત સ્માર્ટ મીટર લગવતા વિસ્તારોના રહીશો વીજ કંપનીની ઓફિસ ખાતે વિરોધ નોંધાવવા માટે દીધી ગયા હતા આ સાથે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને કમલેશભાઈ કોટેચા પણ વીજ કામિનીના ઓફિસ ખાતે જઈ લોકોને પરાણે દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવવા સામે વિરોધ નોંધાવી અધિકારીઓનો ઉધડો લીધો હતો આ સાથે જે લોકોના રહેણાક મકાને સ્માર્ટ મીટર લગાવવાની ફરજ પાડવામાં આવી રહી છે તે પ્રકારની કામગીરી બંધ કરી મકાન માલિક સ્માર્ટ મીટર લગાવવાની તૈયારી દર્શાવી તો જ મીટર લગાવવામાં આવે તેવી અપીલ કરાઇ હતી.