આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું છે. ત્યારે ગુજરાતની બે બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું. AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી છે. દિલ્હીમાં ચાર બેઠક પર આપ જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસ લડશે. AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન. તેમજ ગોવાની બંને બેઠકો પર કોંગ્રેસ જ લડશે ચૂંટણી.
- Advertisement -
Delhi | Congress and AAP announce seat-sharing in Delhi, Gujarat, Haryana, Chandigarh and Goa
In Delhi (7 seats), Congress to contest on 3 and AAP on 4
In Gujarat (26 seats), Congress to contest on 24 and AAP on 2 (in Bharuch and Bhavnagar)
In Haryana (10 seats), Congress to… pic.twitter.com/vCauAdvkUm
— ANI (@ANI) February 24, 2024
- Advertisement -
ગુજરાતની બે બેઠકો પર આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બે બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થયું છે. જેમાં ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.
લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. AAP તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.
Delhi | Congress and AAP announce seat-sharing for the upcoming Lok Sabha elections 2024.
Congress general secretary and MP Mukul Wasnik says, "Gujarat has 26 Lok Sabha seats. Congress will contest on 24. AAP will have its candidates on 2 seats – Bharuch and Bhavnagar." pic.twitter.com/PVTS2LcCpR
— ANI (@ANI) February 24, 2024
દિલ્હીમાં AAP 4 અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે
તેમણે કહ્યું કે AAP અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી પર લાંબી ચર્ચા થઈ હતી અને સીટ વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મુકુલ વાસનિકે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે ચાંદની ચોક સહિત 3 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ ચંદીગઢ લોકસભા સીટ અને ગોવાની બંને સીટ પર ઉમેદવારો ઉભા કરશે. હરિયાણામાં કોંગ્રેસ 9 સીટો પર અને આમ આદમી પાર્ટી 1 સીટ પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે અને કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પર ચૂંટણી લડશે.