ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબી ખાતે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પધારવાના હોય અને જાહેર જનતાને પોતાના પ્રશ્નો સાંભળવા માટે આવવાના હોય તેવું આહવાન કરેલ જેને લઈને ઘણા બધા અરજદારો તેમજ રાજકીય પાર્ટીઓ તેમને મળવા માટે અને મુશ્કેલીઓ વર્ણવવા માટે જતા પોલીસ દ્વારા અનેક લોકોને અટકાયત કરવામાં આવી જેમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, રમેશભાઈ સદાતીયા, દિવ્યેશ મગુનિયા ,પરિમલ કૈલા અને કિશન જોટાંગીયા દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મોરબીના કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો લઈને લેખિતમાં રજૂઆત કરવા જતા હોય ત્યારે રસ્તામાંથી પોલીસ અધિકારીઓ દ્વારા અ ડિવિઝન પોલીસ સ્ટેશન પર લઈ જઈ ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમની મોરબી પોલીસ દ્વારા રસ્તામાંથી અટકાયત
