બેનરો અને સુત્રોચ્ચાર સાથે માર્ગો પર પદયાત્રા ફરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
રાજય સરકારની નિતિીઓના વિરોધમાં આમ આદમી પાર્ટીએ લોકોના પ્રશ્ર્નો અને સમસ્યાને વાચા આપવા લડતના મંડાણ શરૂ કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખતા ગરીબ અને મઘ્યમવર્ગના પરિવારોને પોતાના સંતાનોને ભણાવવા કઠીન બન્યા છે. ત્યારે જન હિતમાં આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં શિક્ષણના વ્યાપારીકરણ વિરૂઘ્ધ પદયાત્રાનું આયોજન કરાયુ છે જે ડો.આંબેડકરની પ્રતિમા કાળવા ચોકથી શરૂ થઇ અમે.જી.રોડ આઝાદ ચોક, ચિતાખાના ચોકમાં સમાપન થઇ હતી. આપના આગેવાનોએ આક્ષેપો કયાં હતા. ખાનગી શાળા, કોલેજની લૂંટ રોકવા માટે સરકારે બનાવેલી ફી નિયંત્રણ કમિટી જ ખુદ હવે તેને લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે.
- Advertisement -
આ ઉપરાંત સામાન્ય મઘ્યમ વર્ગના પરિવારના બાળકોના ડોકટર બનવાના સપના તોડી નાખી જીઇએમઆરએસ મેડિકલ કોલેજમાં અસહ્ય ફી વધારોકરી દીધો છે તે સદંતર અન્યાયી છે. આમ, સરકારની નિતિઓના વિરોધમાં પદયાત્રા યોજાઇ હતી.