એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાંથી ડેટા કાઢ્યો છે. બ્લેક બોક્સ અમદાવાદ ક્રેશ સાઇટ પરથી મળી આવ્યા હતા અને દિલ્હી સ્થિત લેબમાં તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ભારતીય અને યુએસ નિષ્ણાતો સંયુક્ત રીતે ક્રેશ સમયરેખાનું પુનર્નિર્માણ કરવા અને ઉડ્ડયન સલામતી ધોરણોને સુધારવા માટે તેના કારણો નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે.
એર ઈન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ અમદાવાદમાં ટેક-ઓફ પછી તરત જ ક્રેશ થઈ ગયુ હતું. હવે આ પ્લેન ક્રેશની તપાસમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ને મોટી સફળતા મળી છે. સરકારે આજે જણાવ્યું છે કે, વિમાનના બ્લેક બોક્સમાંથી કૉકપિટ વોઈસ રેકોર્ડર (CVR) અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) સુરક્ષિત કાઢવામાં આવ્યું છે, તેનો ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે અને હવે તેનું વિશ્લેષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
- Advertisement -
બ્લેક બોક્સમાંથી શું મળ્યું?
બ્લેક બોક્સ 24 જૂનના રોજ અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યું હતું, જ્યાં તેને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોની લેબોરેટરીમાં ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (CPM) ને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યું હતું. તેની મેમોરી સફળતાપૂર્વક એક્સેસ કરીને ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં 259 લોકોના મોત
- Advertisement -
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો CVR અને FDRની બારીકાઈથી તપાસ કરી રહ્યું છે. આ બે રેકોર્ડર વિમાન દુર્ઘટનાની તપાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં 259 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિમાન દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ જીવિત બચ્યો હતો.
શું છે CVR અને FDR?
CVR (કોકપીટ વોઈસ રેકોર્ડર) હોય છે, જેમાં પાઈલટ્સ વચ્ચેની વાતચીત અને કોકપીટનો અવાજ રેકોર્ડ થાય છે, જેનાથી એ જાણી શકાય છે કે, દુર્ઘટના પહેલા શું સ્થિતિ હતી.
FDR (ફ્લાઈટ ડેટા રેકોર્ડર) હોય છે. તે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ, દિશા અને અન્ય તકનીકી માહિતી રેકોર્ડ કરે છે.
શું છે તપાસનો હેતુ?
CVR અને FDR દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે દુર્ઘટના પહેલાની આખા ઘટનાક્રમને ફરીથી સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિશ્લેષણથી એ જાણી શકાશે કે, આ દુર્ઘટનાની પાછળ ટેકનિકલ ખામી, પાયલટની ભૂલ કે કોઈ બાહ્ય કારણ તો ન હતું ને.
આ તપાસનો હેતુ હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવાનો છે.