ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 15 કેન્દ્રો પર આધાર કાર્ડ અપડેટ કરવા માટે વ્યવસ્થાઓ છે. કેન્દ્ર -રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અપડેટેડ આધાર કાર્ડ હોવું જરૂરી છે. જેથી નાગરિકોએ ત્વરિત આધાર કાર્ડમાં મોબાઈલ નંબર, ફોટો, બાયોમેટ્રિક અપડેટ અને e – KYC કરાવવું જરૂરી બની રહે છે. શહેરમાં આઝાદ ચોકમાં નગરપાલિકા કચેરી ખાતેના જન સેવા કેન્દ્ર, મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ ટીંબાવાડી અને દોલતપરા, આઝાદ ચોક ખાતે જૂનું જનાના દવાખાનુ અને પોસ્ટ ઓફિસ, બેંક ઓફ બરોડા-મધુરમ, જય શ્રી રોડ પરના શિખર કોમ્પ્લેક્સ ખાતેના સી.એચ.સી. સેન્ટર, ઝાંઝરડા ચોકડી નજીક શુભ કોમ્પ્લેક્સમાં સી.એચ.સી. સેન્ટર, સી.એચ.સી. સેન્ટર ઝોનલ કચેરી દોલતપરા, તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સરદારબાગ ખાતેના તાલુકા સેવા સદન ઉપરાંત વિજાપુર, બગડુ, બિલખા અને કાથરોટા ગામની ગ્રામ પંચાયત ખાતે આધારકાર્ડ અપડેટ અને e – KYCની કામગીરી કરી શકાશે. ગ્રામ પંચાયત કચેરીઓ અને સસ્તા અનાજની દુકાન ખાતે e – KYCની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, જે નાગરિકોના e – KYC બાકી તેઓને સત્વરે e – KYC કરવા માટે અપીલ કરવામાં આવે છે.
જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 15 કેન્દ્રો પર આધાર કાર્ડ અપડેટ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરાઇ



