ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઝોન કક્ષાની યોગ સ્પર્ધા યોજાઇ હતી જેમાં જૂનાગઢ ઉપરાંત અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના 18 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બાળકોથી માંડીને વૃઘ્ધ વયના સ્પર્ધકોએ ભાગ લઇને વિવિધ યોગાસન રજૂ કર્યા હતા. ભાઇઓમાં ગીર-સોમનાથ જિલ્લાના અનિરૂઘ્ધસિંહ સોઢાએ પ્રથમ, જૂનાગઢ શાહનવાઝ વાજાએ દ્ધીતીય અને હર્ષ રાઠોડે તૃતીય તેમજ બહેનોમાં જૂનાગઢના જીજ્ઞાસા સોલંકીએ પ્રથમ, ગીર-સોમનાથ જિલ્લાના પાર્વતી ભાલીયાએ દ્ધીતીયને 15 હજાર અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારને 11 હજાર પુરસ્કા આપવામાં આવ્યો હતો. આ વિજેતાઓ રાજયક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લેવા જશે.
જૂનાગઢમાં ઝોન કક્ષાની યોગ સ્પર્ધા યોજાઇ
