ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
ઊના પંથકમાં પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડકોન્સ પ્રવિણભાઇ મોરી તથા રાજુભાઇ ગઢીયાને સંયુકત બાતમી અંતર્ગત, કેન્દ્રસાશીત પ્રદેશ દીવમાંથી બાઈક રજી.નંબર પ્લેટ વગરની સીટ નીચેની ડેકીમાં તથા બાઈકના આગળના ભાગે બે પ્લાસ્ટીકના કાળા ઝભલામાં ઈગ્લીશ દારૂ લઇ ઉના ઓપન થીયેટર તરફ આવનાર મિલન વિજય કામળીયા રે વડનગર તા કોડીનાર વાળાને પેટ્રોલીંગ દરમિયાન રોકાવી તલાસી લેતાં વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી સાઇઝની કાચની તથા પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો નંગ-122 કી.રૂ.33.371 તથા અંગ ઝડતી કરતા મોબાઇલ નંગ-1 જેની કી.રૂ.10.000 મળી કુલ કી.રૂ. 93.371 ના મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ દરમ્યાન આ ઇંગ્લીશ દારૂ મુકેશભાઇ ઉર્ફે લાલો બાબુભાઇ રાઠોડ રહે.ઉના વિધાનગર વાળાનો હોવાનું ખુલતાં બંને વિરૂધ્ધ પ્રોહી કલમ 65(ઇ), 81, 98 (2),99 મુજબ ગુન્હો નોંધી વધું તપાસ ઊના પોલીસ ને સોંપેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ