3 માર્ચે સગીરાની પ્રેમીએ પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટુંપો આપી હત્યા કરી હતી
રાજકોટની હોટેલમાં પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ પણ એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે 17 દિવસની સારવાર બાદ પ્રેમી જેમિસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હાલ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના કરણ પરામાં આવેલી નોવા હોટલમાં 17 દિવસ પહેલા પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસે દોડી જઈ સગીરાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખૂલ્યું હતું. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ સગીરાને પતાવી દીધી હતી.જામનગરની સગીરા અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સમયે જી.એસ. ગેડમે જણાવ્યું હતું કે, જેમિસે સગીરાના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કરી હતી.
- Advertisement -
જેમિસ અને સગીરા સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા. આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં.
જેમિસે સગીરાની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી. સગીરાના પિતાની ફરિયાદ પરથી જેમીસ વિરૂદ્ધ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.