ખાસ-ખબર સંવાદદાતા
માળીયા હળવદ હાઈવે પર આવેલ રોહીશાળા ગામ નજીક રોડ ઉપર બંધ પડેલા ટ્રક પાછળ સેન્ટ્રો કાર ઘૂસી જતાં જુના દેવળીયા ગામના કારચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતમાં કાળનો કોળીયો બની જનાર આશાસ્પદ યુવાનના ઘરે 15 દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે રહેતા અને ખેતીકામની સાથેસાથે મંડપ સર્વિસનું પણ કામ કરતા મુકેશભાઈ મગનભાઈ પટેલ નામના 33 વર્ષીય યુવાન મોરબી તરફ આવતા હતા ત્યારે માળીયા હાઇવે ઉપર રોહિશાળા નજીક રસ્તા વચ્ચોવચ બંધ પડેલા ટ્રક પાછળ તેમની સેન્ટ્રો કાર ઘુસી જતાં મુકેશભાઈનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મુકેશભાઈ પરિવારમાં સૌથી નાના હતા અને તેમનાથી મોટા બે બહેનો હોવાનું તેમજ મુકેશભાઈના ઘરે પંદર દિવસ પૂર્વે જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આશાસ્પદ યુવાનના મોતથી તેમના પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.