અજાણ્યો શખ્સ ફરાર: પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ માં સમી સાંજે એસટી રોડ પર આવેલ કારડિયા બોર્ડિંગ સામે આવેલ ચા ની દુકાન પર યુવાનને કોઈ અજાણ્યા શખ્સે લમણે ફાયરીંગ કરતા ત્યાંજ ઢળી પડ્યો હતો.પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.હથિયાર મળી આવ્યું હતું. યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેને પીએમ માટે હોસ્પિટલે ખસેડેલ હતી. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વેરાવળમાં બાયપાસ વિસ્તાર નજીક રહેતા અને ક્ધસ્ટ્રકશન લાઇન સાથે નિતેશભાઇ સરમણભાઈ કટારીયા ઉ.વ.43 કારડિયા બોર્ડિંગ સામે ચાની કેબિન પાસે હતા ત્યારે કોઈ શખ્સે આવીને લમણે ફાયરીંગ કરી દેતા નિતેશભાઇ ત્યાંને ત્યાં ઢળી પડ્યા હતા.
અચાનક જ ફાયરીંગ થતા લોકો એકઠા થઇ ગયા હતા. નિતેશભાઇ ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડેલ પણ તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી હતી. ઘટના સ્થળ પરથી હથિયાર મળી આવ્યું હતું તેમજ એક ગોળી ફાયરીંગ થતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. જાહેર રોડ હોય પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. સરાજાહેર બનાવ બનતા વેરાવળમાં ચકચાર મચી ગઇ હતી.હોસ્પિટલે રબારી સમાજના લોકો, આગેવાનો ઉમટી પડ્યા હતા. નિતેશભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પરિવારજનો હતપ્રભ થઇ ગયા હતા અને આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરાથી તેમજ ચાની કેબિન ધારકને તેમજ આજુબાજુના નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમ કામે લાગી છે.