ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
મોરબીના ખેવારીયા ગામે રહેતા વંશ મહેશભાઈ ઉભડીયા (ઉ.વ.19) નામના યુવાને આરોપીઓ મહેશ ઉર્ફે રાહુલ રામભાઈ ડાંગર, શિવમ બાબુભાઈ જારીયા અને દિવ્યેશ રમેશભાઈ ડાંગર રહે ત્રણેય ગજડી તા. ટંકારા અને એક અજાણ્યો માણસ એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિનાયક હોન્ડા શો રૂમમાં નોકરી કરતો હોવાથી શિવમ જારીયા અવારનવાર આવતા તેને ઓળખતો હતો અને તેને ક્રિકેટ ગુરુ એપ્લીકેશન ઉપયોગ કર હાલ આઈપીએલ મેચ ચાલે હે જેમાં ક્રિકેટ મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ મારામાં નાખજે કહેતા ફરિયાદી અને મિત્ર મહેશ ડાંગરને સોદા તેના મોબાઈલમાં નાખી દઈશ એટલે જીત હારના રૂપિયાનો હિસાબ રવિવારથી રવિવાર સુધી રમી સોમવારે કરવાનો રહેશે અને પૈસા તું મને આપજે તેમ કહ્યું હતું જેથી તા. 25-04-2025 થી મોબાઈલમાં ક્રિકેટ લાઈનગુરુ ડાઉનલોડ કરી તેમાં ક્રિકેટ મેચ જોઇને શિવમ જારીયાના મોબાઈલમાં રન થાય નો થાયના સોદા દરરોજ વોટ્સએપમાં નાખતો હતો અને શિવમ જારીયા દરરોજ કેટલા જીત હાર થયેલા તેનો મેસેજ નાખતો હતો.
- Advertisement -
મેસેજ જોઇને ડીલીટ કરી નાખતો હતો. બાદમાં શિવમ જારીયા પાસેથી રૂ 1.10 લાખ જેટલી રકમ જીતતો હતો પરંતુ તેને કહ્યું તારે રૂપિયા જોતા હોય તો રૂ 50 હજાર ઉપરના સોદા નાખવા પડશે જેથી મજબૂરીમાં શિવમ જારીયા સાથે ક્રિકેટ મેચના સોદા નાખતો હતો અને તા. 27-04-25 ના રોજ સોમવારે હિસાબ કરતા શિવમ જારીયાએ તું રૂ. 40 હજાર હારી ગયો છો જેથી હાલ રૂપિયા નથી કહેતા શિવમ જારીયાએ તેના મિત્ર રાહુલ ડાંગર સાથે મોબાઈલ પર ફોન કરીને વાત કરી રાહુલ ડાંગરને આપતા રાહુલ ડાંગરે ગાળો અપાઈ તારે રૂ 40 હજાર આપવા પડશે નહીતર શો રૂમે આવી તને ઉપાડી જઈશ કહીને ધમકી આપી હતી જેથી શિવમ જારીયામાં તા. 06-05-25 ના રોજ રૂ 15 હજાર બેંક એકાઉન્ટમાંથી ગૂગલ પે કર્યા હતા અને તા. 07-05-25 ના રોજ શિવમ જારીયામાં રૂ 4000 ગૂગલ પે કર્યા બીજા રૂપિયા 20 હજાર રોકડા આપ્યા હતા અને મેચ ચાલુ હોવાથી ફરી સોદા નાખતો હતો.
આમ આરોપી શિવમ જારીયાએ ક્રિકેટ સટ્ટોની લાઈન ગુરુ એપ્લીકેશનથી ક્રિકેટના સોદા મોબાઈલમાં નખાવી હારજીત માટે મહેશ ઉર્ફે રાહુલ સાથે વાતચીત કરી પ્રથમ 40 હજાર ચૂકવી આપ્યા બાદમાં રૂ 3 લાખ હારી જતા આરોપીઓએ ગાળો આપી ઉઘરાણી કરી મહેશ ઉર્ફે રાહુલ ડાંગર, શિવમ જારીયા અને દિવ્યેશ ડાંગર તેમજ અજાણ્યો ઇસમ એકટીવામાં બેસાડી અપહરણ કરી લઇ જઈને ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.