યુવક પાસેથી રૂ. 2,62,500ની ઠગાઇ, રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ઓનલાઇન જોબ ઓફરના નામે યુવક સાથે છેતરપીંડીની ધટના સામે આવી હતી. રાજુલા શહેરમાં ઓનલાઇન જોબ ઓફરના નામે લાલચમાં આવીને યુવક સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજુલા શહેરમાં રહેતા ઈરફાનભાઈ મહંમદભાઈ શેખ સાથે ઓનલાઇન જોબ ઓફરના નામે અજાણ્યા શખ્સો દ્વારા છેતરપીંડી કરવામાં આવી હતી. આ મામલે યુવકે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલ કે, તારીખ 03/11/2024 થી યુવકને ઋશક્ષફક્ષભયઈજ્ઞક્ષતીહફિંક્ષિ(ંઠઘજ), અક્ષફુફ ઊમૂશક્ષ, ઉવફક્ષુફ છફદશક્ષમફિક્ષ જેવા નામોથી વિવિધ મોબાઇલ નંબર અને સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. પહેલાં તેને ઇંઈંમયફિ -ગયયમત 60 ગયૂ ઠજ્ઞસિયિ-ૠયિ:ં5100 ઠવફિ’ંત ુજ્ઞીિ ફલય? જે મેસેજ આવતા તે મેસેજનો જવાબ આપ્યો હતો. અને આ આઇ.ડી. વાળાએ મને ઘરબેટા ઓનલાઇન જોબ કરી રૂપીયા કમાઈ શકાય તેવુ કહેલ હતુ જેથી મે આ આ.ઈ.ડી. વાળાનો વિશ્વાસ કરી આ જોબ માટે મે હા કહેલ હતી. જેથી અક્ષફુફ ઊમૂશક્ષ નામના ટેલીગ્રામ વાળાએ મને ટેલીગ્રામના મેસેજમાં કહેલ કે, મારી ટીમ તમારો સંપર્ક કરશે અને જોબ અંગે સમજાવશે તેમ મેસેજમાં જણાવેલ હતું. આ અક્ષફુફ ઊમૂશક્ષ નામ ટેલીગ્રામના પ્રોફાઇલમાં મે ચેક કરતા તેમાં મો. નં. +91 9649942214 બતાવતા તારીખ 04/11/2025 ના કલાક-10/51 વાગ્યે મારા ટેલીગ્રામ એકાઉન્ટમાં ઉવફક્ષુફ છફદહયક્ષમફિક્ષ છફદશક્ષમફિક્ષ જેના યુજરનેમ ફભવી123શક્ષ લખેલ હતુ તેમાંથી મેસેજ આવેલ હતો અને મને તેઓએ પોતાની ઓળ ઠયહ ઉવફક્ષુફ ઋજ્ઞિળ ઊૂંફિહફ ની આપેલ હતી અને મને ઠઅઝઈઇંઊજ ઘઋ જઠઈંઝણઊછકઅગઉ કંપનીની ઘડી યાળનું માર્કેટીંગ કરી રૂપીયા કમાઇ શકાય તે રીતેની ટેલીગ્રામ ચેટમાં વાત કરેલ હતી અને તેઓની આ વાતોમાં મે વિશ્વાસ લઈ જે લીંક મોકલી વિિંાંત://ૂૂૂ.ૂફભિંવયતજ્ઞરતૂશિુંયહિફક્ષમ-ઈં જ્ઞલશક્ષ.ભજ્ઞળ/ફિંતસ નામની લીંક મોકલેલ હતી. જે લીંક મને ખોલવાનું કહેલ અને ટેલીગ્રામમાં મેસેજ કરી આ લીંકમાંથી કઈ રીતે લોગીન થવુ અને આગળ શું શું કામગીરી કરવી તે શીખવાડતા ગયેલ હતા્ જે મુજબ મેં આ લીંકમાં પ્રોસેસ કરેલ હતી. અને મારૂ એકાઉન્ટ બનાવી દીધેલ હતુ જેમાં મારા એચ.ડી.એફ.સી. બેંકના એકાઉન્ટની ડીટેઇલ જેમાં એકાઉન્ટ નં બર- 50100242427177 તથા આઇ.એફ.એસ.સી. કોડ નંબર- ઇંઉઋઈ0002139 આપેલ હતા. અને અલંગ અલગ એકાઉન્ટ અને યુપીઆઇ આડી ઉપર ઓનલાઇન પૈસા પેમેન્ટ મોકલવા કહ્યું હતું. સરળ કામ બતાવીને નાની રકમ પર રિવોર્ડ આપ્યો અને વિશ્વાસમાં લીધા બાદ મોટા ટ્રાન્ઝેક્શન માટે દબાણ કરવામાં આવ્યું. યુવકે જણાવ્યા મુજબ જુદા જુદા બેંક એકાઉન્ટ્સ અને ઞઙઈં ઈંઉ પર ઓનલાઇન પેમેન્ટ કરવા માટે કહેવામા આવેલ. અને શરૂઆતમાં નાનો રિવોર્ડ મળતા યુવકને વિશ્વાસમાં લીધો હતો. પરંતુ ત્યારબાદ સતત વધુ ટાસ્ક અને વધુ પેમેન્ટ માગવામાં આવી હતી. જ્યારે યુવકે રૂપિયા પાછા માગ્યા ત્યારે સંપર્ક તોડી દેવામાં આવ્યો હતો. ફરિયાદમાં ઉલ્લેખિત છે કે જુદા જુદા બેંક એકાઉન્ટમાં ઇંઉઋઈ, ઈંઈઈંઈઈં, જઇઈં, ઇફક્ષસ જ્ઞર ઇફજ્ઞિમફ જેવી બેંકોમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂપિયા 2,62,500 ની યુવક સાથે છેતરપીંડી કરવામાં આવી હતી. આ યુવક સાથે ભયંકર ઓનલાઇન ફ્રોડ થયો છે. જેથી યુવકે તુરંત રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ રાજુલા પોલીસે ભારતીય દંડ સંહિતા અનુસાર છેતરપિંડીના ગુન્હો નોંધ્યો છે. અને ફરીયાદમાં જણાવાયેલા મોબાઈલ નંબર, ઞઙઈં ઈંઉ, બેંક એકાઉન્ટ હોલ્ડર્સ અને વેબસાઇટ લિંકની તપાસ શરૂ કરી છે. સાઇબર સેલને પણ વિગતો મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે રાજુલા પીઆઋ એ.ડી. ચાવડા તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબીત કર્યું છે કે ઑનલાઇન જોબ ઓફર, ટાસ્ક ઇન્કમ અને અજાણ્યા લિંક્સ પર વિશ્વાસ કરવાથી લોકોને મોટું નુકસાન વેઠવું પડે છે.અને અનેકવાર લોકો ઓનલાઇન ફ્રોડનો શિકાર બની ચુક્યા છે. ઓનલાઇન જોબ, ઘર બેઠા પૈસા કમાઓ સહીત વિવિધ લોભામણી જાહેરાતોમાં લોકો ફ્રોડનો શિકાર બની રૂપિયાની ઠગાઇ કરવામાં આવે છે. ત્યારે રાજુલા પોલીસ દ્વારા પણ લોકોને ઓનલાઇન ફ્રોડ થી સાવધાન રહેવું તેમજ છેતરપિંડી અનુભવાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં
આવી હતી.



