પર્વત પરની કાળઝાળ ગરમીમાં પાણીની કુંડીઓ ભરી અનેરી સેવા
40 ડિગ્રી તાપમાનમાં નિયમિત પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા
- Advertisement -
ગિરનાર સિડીના 2500 પગથિયાંના દુકાનદારનું ભગીરથ સેવા કાર્ય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ દિવસે દિવસે ગરમીનો પારો ઉંચકાતો જાય છે અને 40 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે શહેર કરતા ગીરનાર પર્વત પર ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધુ જોવા મળે છે.ત્યારે ગિરનાર પહાડો આસપાસ જંગલમાં વસતા પક્ષીઓ અને અન્ય વન્ય પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત ઓછા હોવાના કારણે પાણીથી ટળવળવું ન પડે તેના માટે ગિરનાર સીડી પર દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી દ્વારા કાળઝાળ ગરમીમાં નિયમિત પણે પક્ષીઓ તેમજ અન્ય વન્ય જીવો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીને પક્ષીઓ માટે ભગીરથ કાર્ય કરે છે.જે ખુબ કઠિન છે.
- Advertisement -
જુનાગઢ ગીરનાર સીડી ઉપર દુકાન ધરાવતા વિજયભાઈ ગૌસ્વામી પશુ પંખી અને વન્ય પ્રાણીઓની કાળજાળ ગરમી વચ્ચે તરસ છીપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.ગિરનાર સીડી પર આસપાસ જંગલ વિસ્તારમાં અનેક પક્ષીઓ સાથે કપિરાજ અને અન્ય વન્ય જીવો વસવાટ કરે છે ત્યારે ગિરનાર પર્વત પર પાણીના સ્ત્રોત ઓછા હોવાના કારણે વિજયભાઈ ગૌસ્વામી દ્વારા સીડીના 2500 પગથીયા આસપાસ પાણીની કુંડીઓમાં નિયમિત પાણીના કેરબા દ્વારા પાણી ભરવામાં આવે છે અને પક્ષીઓ અને અન્ય વન્ય જીવોની તરસ છિપાવાનું ભગીરથ કાર્ય કરે છે ત્યારે સીડી પરથી પસાર થતા પ્રવાસીઓ પણ સેવા કાર્ય કરનાર આવા વિરલાઓને સો સલામ કરે છે.
જુનાગઢ ગિરનાર પર્વત ઉપર સેવાભાવી કાર્ય કરવું ખુબ કઠિન હોય છે ત્યારે ગીરનારની સીડી ઉપર 2500 પગથિયાં ઉપર પોતાની દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી અત્યારે 42 ડિગ્રી કાળજાળ ગરમી વચ્ચે ગિરનાર પર્વત ઉપરના વન્ય પ્રાણી અને પશુ પંખી માટે પાણીની કુંડીઓ બનાવી અને તેની તરસ છીપાવવાનું ભગીરથ કાર્ય વિજયભાઈ કરી રહ્યા છે જયારે આ સેવા કાર્ય વિજયભાઈ બંને ટાઈમ સવાર અને સાંજ પાણીનો કેરબો ભરીને સીડી ઉપર બનાવેલી કુંડીઓ માંપાણી ભરી અને પ્રાણીઓની તરસ છીપાવી રહ્યા છે અત્યારે જ્યારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરવાની જે વાતો થઈ રહી છે ત્યારે એક આ વાત પણ લોકોના ધ્યાને મુકીને કે દુકાન ધરાવતા આ યુવાનની આ સેવાકીય પ્રવૃત્તિને લાખ લાખ વંદન સાથે સલામ છે. આવી કાળઝાળ ગરમીમાં કાળા માથાનો માનવી ત્રાહીમામ પોકારી ઉઠે છે ત્યારે જંગલમાં વસતા પશુ પંખી અને અન્ય વન્ય જીવો માટે આટલી ઊંચાઈએ પાણીની વ્યવસ્થા ઉભી કરીને અબોલ વન્ય જીવો માટે ઉનાળાની ઋતુમાં તરસ છિપાવાનું કાર્ય કરીને વન્ય જીવ સૃષ્ટિ સાથે અનેરો પ્રેમ જોવા મળી રહ્યો છે.