ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
મુળી તાલુકાના નાના એવા સરા ગામના અનેક વિદ્યાર્થીઓ તેમજ યુવાનોએ વિવિધ ક્ષેત્રે આગવું સ્થાન મેળવી પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સરા ગામના વતની અને શિક્ષક તરીકેની ફરજ બજાવતા ઘનશ્યામભાઈ કોરવાડિયાના પુત્ર ધવલકુમાર કોરવાડિયા દ્વારા ઇન્ડિયન નેવલ એકેડમીમાં ચાર વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ એકેડમી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઇન્ડિયન નેવીમાં સબ લેફ્ટિનેટ તરીકે ઓફિસરની પદવી પ્રાપ્ત કરી છે. ત્યારે વધુ એક વખત સરા ગામના યુવાને પોતાના પરિવારની સાથે સમગ્ર ગામનું ઉત્સાહભેર ગૌરવ વધાર્યું છે.
મૂળીના સરા ગામનાં યુવાને ઈન્ડિયન નેવીમાં સબ લેફ્ટિનેટ તરીકેની પદવી પ્રાપ્ત કરી
